બારડોલી તાલુકાના બામણી ગામના નવીન પંચાયત ભવનનું ખાતમુહૂર્ત કરતા જિ.પંચાયતના કારોબારી અધ્યક્ષ જીતેન્દ્રભાઇ પટેલઃ

SHARE:

બારડોલી તાલુકાના બામણી ગામના નવીન પંચાયત ભવનનું ખાતમુહૂર્ત કરતા જિ.પંચાયતના કારોબારી અધ્યક્ષ જીતેન્દ્રભાઇ પટેલ
સુરત જીલ્લાના બારડોલી તાલુકામાં ૧૫માં નાણાપંચ યોજના અંતર્ગત મજુર થયેલા રૂા.૧૪ લાખના ખર્ચે નિર્માણ થનાર બામણી ગામના નવીન પંચાયત ઘરનું જીલ્લા પંચાયતના કારોબારી સમિતિના અધ્યક્ષશ્રી જીતુભાઈ પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરાયું હતું. ગામ પંચાયતના નવું બનવાથી ગ્રામજનોને પોતાના કામો ઝડપી અને સરળતાથી થઈ શકશે.
આ પ્રસંગે બામણી ગામના સરપંચશ્રીમતી મધુબેન હળપતિ, ડેપ્યુટી સરપંચ વૈશાલીબેન પટેલ, ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી નગીનભાઈ રાઠોડ તથા પંચાયત વિભાગ બાંધકામ ખાતાના અધિકારી પ્રશાંતભાઈ ચૌધરી, રાહુલભાઈ બલર, ગામના આગેવાનો ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!