જે.બી એન્ડ કાર્પ વિદ્યા સંકુલમાં “ઊર્જા સંરક્ષણ વિશે જાગૃતતા અને ઊર્જા મિત્ર-હોમ વાન પ્રદર્શન યોજાયુ
ગુજરાત સરકારના ક્લાઈમેટ ચેન્જ વિભાગ હસ્તકના ‘ગુજરાત ઊર્જા વિકાસ એજન્સી (GEDA)” ગાંધીનગરના માર્ગદર્શનમાં જયભારતી ફાઉન્ડેશન દ્વારા જે.બી એન્ડ કાર્પ વિદ્યા સંકુલ, લસકાણામાં “ઊર્જા સંરક્ષણ વિશે જાગૃતતા અને ઊર્જા મિત્ર-હોમ વાન પ્રદર્શન યોજાયું હતું.
આ કાર્યક્રમમાં ઊર્જા વિશે, તેના પ્રશ્નો, સંરક્ષણ/બચતની જરૂરિયાત/આવશ્યકતા, ઊર્જા સંરક્ષણ દ્વારા પર્યાવરણ સુરક્ષા, ગ્લોબલ વોર્મિંગ/ ક્લાઈમેટ ચેન્જના કારણો અને અસરો પ્રત્યે જાગૃતિ કેળવાય, ઊર્જાનો કાર્યક્ષમ અને વિવેકપૂર્વક ઉપયોગ, પુન:પ્રાપ્ત/હરિત જેવા ઊર્જા જેવા વૈકલ્પિક સ્ત્રોતો, કાર્યક્ષમ ઉપકરણોના ઉપયોગ દ્વારા ઊર્જાની કટોકટીને અમુક અંશે નિવારી શકાય જેવા મુદ્દાઓ પર મૌખિક/PPT માર્ગદર્શન વાર્તાલાપ, પ્રદર્શન વાનમાં ડિસ્પ્લે કરવામાં આવેલ ઇલેક્ટ્રિક સાધોનોનો કાર્યક્ષમ ઉપયોગ, પાવર સેવર પેનલ દ્વારા ડેમોસ્ટ્રેશન, શોર્ટ વિડીયો/ ફિલ્મ, પ્રશ્નોતરી વગેરે પ્રવૃત્તિ દ્વારા પ્રોગામ કો-ઓર્ડીનેટર/તજજ્ઞશ્રી જી.એન.કાકડિયા અને વેદાંત ફાઉન્ડેશનના પ્રમુખ રાઘવજીભાઈ વેકરીયાએ ઊંડાણમાં સમજ આપી હતી. આ કાર્યક્રમમાં શાળાનાં એમ.ડી શ્રી તથા ટ્રસ્ટીશ્રીઓ, તમામ વિભાગનાં આચાર્ય ઉપસ્થિત રહ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છીએ કે, આ શાળામાં હાલ ૪૫૦ કિલો વોટ સોલાર પાવર પ્લાન્ટના ઇન્સ્ટોલેશનનું કામ ચાલી રહ્યું છે, જેના ઉપયોગ થકી સંસ્થાની જરૂરી તમામ વીજળીની જરૂરિયાત આ સોલાર પાવર પ્લાન્ટથી મળી રહેશે, જેનાથી સમગ્ર શાળા ગ્રીન શાળા તરીકે ઓળખાશે.





