સુરતના વરાછા વિસ્તારની નાકરાણી પરિવારની દિકરીએ મેથેમેટિક્સના વિષય સાથે એમ.એસ.સી.ના અભ્યાસમાં ૯.૬ સીજીપીએ મેળવી ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો

SHARE:

સુરતના વરાછા વિસ્તારની નાકરાણી પરિવારની દિકરીએ મેથેમેટિક્સના વિષય સાથે એમ.એસ.સી.ના અભ્યાસમાં ૯.૬ સીજીપીએ મેળવી ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો
 
મેથેમેટિક્સના અભ્યાસ સાથે સિવિલ સર્વિસ એક્ઝામની તૈયારી સાથે કરી રહી છું, સરકારી નોકરી પ્રાપ્ત કરી લોકસેવા કરવાનું સપનું છેઃ ધ્રુવી નાકરાણી
મુળ ભાવનગરના ઉંચડી ગામના વતની અને હાલ સુરતના વરાછા વિસ્તારના પુણાગામની દિકરી ધ્રુવી નાકરાણીએ સુરતની પીપલોદ સ્થિત એસવીએનઆઇટી કોલેજમાં મેથેમેટિક્સના વિષય સાથે એમ.એસ.સીમાં અભ્યાસ કરી પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે. જેમને એસવીએનઆઈટીના ૨૦માં દીક્ષાંત સમારોહમાં રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી ‌મુર્મુના હસ્તે પ્રમાણપ્રત્ર અને ગોલ્ડ મેડલ પ્રાપ્ત થતા ગામ અને પરિવારનું નામ રોશન કર્યું હતું.
સામાન્ય પરિવારની દીકરી ધ્રુવી નાકરાણીએ જણાવ્યું હતુ કે, મારા પિતા હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા છે. નાનપણથી જ ભણવામાં હોશિયાર હોવાથી પરિવારે ભણી ગણીને ઉચ્ચ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે પ્રેરિત કરી હતી. સુરતની એસવીએનઆઇટી કોલેજમાં મેથેમેટિક્સના વિષય સાથે એમ.એસ.સીનો અભ્યાસ શરૂ કર્યો હતો, જ્યાં શિક્ષણમાં નિપૂણ અધ્યાપકો દ્વારા શિક્ષણ પ્રાપ્ત થતા અભ્યાસમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત થયો છે. હાલ ધ્રુવી મેથેમેટિક્સ ક્ષેત્રે પીએચડીનો અભ્યાસ કરી રહી છે. સાથે સાથે સિવિલ સર્વિસ એક્ઝામની તૈયારી કરી રહી હોવાનું જણાવ્યું હતું.
વધુમાં તેમણે ઉમેર્યું કે, સરકારી નોકરી પ્રાપ્ત કરી લોકોની સેવા કરવાનું મારું લક્ષ્ય છે. મારા માતા-પિતા દ્વારા હર હંમેશા મને સહકાર આપવામાં આવ્યો છે જેના કારણે આજે હું ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરવામાં સફળ રહી છું. સાથે સાથે સરકારનો અતિ આભાર જેમના પ્રયાસો યોજનાઓથી અમારા જેવા લાખો વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે મદદ મળી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!