વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથનું ભવ્ય સ્વાગત કરતા માંગરોળ તાલુકાના ઘોડબાર અને સેલારપુર ગામના ગ્રામજનો  

SHARE:

વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથનું ભવ્ય સ્વાગત કરતા માંગરોળ તાલુકાના ઘોડબાર અને સેલારપુર ગામના ગ્રામજનો
 
કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ
કેન્દ્ર અને રાજ્ય સરકારની ફ્લેગશીપ યોજનાઓના લાભો ગામે ગામ સુધી પહોંચે તેવા આશયથી આયોજિત વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ સુરતના માંગરોળ તાલુકાના ઘોડબાર અને સેલારપુર ગામે આવી પહોંચ્યો હતો. જ્યાં ગ્રામજનોએ રથનું ભવ્ય સ્વાગત કરી વિકસિત ભારતની સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી.
આ પ્રસંગે મહાનુભાવોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રા વિશે તેમજ તમામ યોજના વિશે ગ્રામજનોને માહિતી આપી હતી. તેમજ વિવિધ શાખાના અધિકારી, કર્મચારી દ્વારા કેન્દ્ર અને રાજય સરકારની પોષણ અભિયાન, પી.એમ કિસાન સન્માન નિધિ યોજના, કિસાન ક્રેડિટ કાર્ડ યોજના, વિશ્વકર્મા યોજના, આયુષ્યમાન કાર્ડ,જલ જીવન મિશન યોજના, અટલ પેન્શન યોજના, પ્રાકૃતિક ખેતી, આઈ.સી.ડી.એસ.વિભાગ, પશુપાલન માટેની યોજનાઓ જેવી વિવિધ વિભાગોની યોજનાઓ વિષે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
આ અવસરે મહાનુભાવોના હસ્તે સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ કરાયું હતું. તેમજ પોષણ અભિયાન, પી.એમ.જે.વાય, સખી મંડળ, ખેતીવાડી વિભાગ, આરોગ્ય વિભાગ તેમજ આઈ.સી.ડી.એસ વિભાગના લાભાર્થીઓએ પોતાના અનુભવો જણાવ્યા હતા.
આ અવસરે જિલ્લા મલેરીયા અધિકારી ડો.પ્રશાંત સેલાર, તાલુકા હેલ્થ ઓફિસર ડો. સમીર ચૌધરી, મેડિકલ ઓફિસર પી.એચ.સી લવેટ, રીટાબેન ચૌધરી, વિસ્તરણ અધિકારી સતિષભાઈ ગામીત, અગ્રણી વિજયભાઈ ચૌધરી, વિસ્તરણ અધિકારી ખેતીવાડી જયદીપભાઈ પુરોહિત, ICDS સુપરવાઈઝર યોગિતાબેન રાઠોડ, સરપંચ પંકજભાઈ ચૌધરી, આંગણવાડી હેલ્પર બહેનો, આરોગ્ય સ્ટાફ અને અન્ય વિભાગના અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો, લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!