મહુવા અનાવલ ઈન્ટરસિટી બસ આખરે સોમવારથી શરૂ
27કીલો મિટર લાંબા આ રૂટ પર બસ દ્વિસના 16 ફેરામારશે
મહુવા ધારાસભ્ય મોહનભાઈ ધોડિયાની રજૂઆત આધારે એસ.ટી વિભાગ દ્વારા બારડોલી મહુવા અનાવલ ઈન્ટરસીટી સર્વિસ તા-5 ફેબ્રુઆરી સોમવારથી શરૂ કરવાનુ નક્કી કરવામાં આવ્યું છે.જે ઇન્ટરસીટી બસ દિવસના 16 વાર મહુવા થી અનાવલ અને અનાવલ થી મહુવાના ફેરા મારશે જેને લઈ વિધાર્થીઓ, નોકરિયાત વર્ગ અને વેપારીઓમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ હતી.
મહુવા અનાવલ સુધી 27કિમીના રૂટ પર આવાગમન માટે વિઘાર્થીઓ નોકરિયાતો અને મુસાફરોને પડતી હાલાકીના નિરાકરણ માટે મહુવા અનાવલ ઈન્ટરસીટી સર્વિસ શરૂ કરવા રજુઆત કરી હતી.મુસાફરોના હિતમાં મહુવા ધારાસભ્ય મોહનભાઈ દ્વારા કરાયેલ રજુઆતને એસ.ટી વિભાગ દ્વારા ધ્યાને લઈ તા-5 ફેબ્રુઆરીને સોમવાર થી બારડોલી મહુવા અનાવલ ઈન્ટરસીટી સવિંસ શરૂ કરવાનુ નક્કી કરવામાં આવ્યું છે.અને આ લોક્લ બસનો રૂટ સમય સાથે જાહેર પણ કરી દેવામાં આવ્યોછે. પ્રથમ ફેરામાં ઈન્ટરસીટી બસ દરરોજ સવારે 5:10 કલાકે બારડોલીથી ઉપડી 6:10 કલાકે અનાવલ પહોંચશે. ત્યારબાદ 6:25 ક્લાકે અનાવલથી ઉપડી 7-05 ક્લાકે મહુવા આવશે. જે બાદ દિવસ દરમિયાન મહુવા-અનાવલ વચ્ચે 16 જેટલા ફેરા મારતી રહેશે. બસના અંતિમ ફેરામાં 18:20 ક્લાકે મહુવાથી ઉપડી 19:00 ક્લાકે અનાવલ પહોંચશે.19:10 ક્લાક અનાવલથી ઉપડી 20:10 ક્લાકે બારડોલી પહોંચશે. બસ સેવા શરૂ થવાના સમાચારથી મુસાફરોમાં આનંદ છવાયો છે.





