૨૧મીએ ‘તાલુકા સ્વાગત કાર્યક્રમ’માં વર્ગ-૧ના અધિકારીઓ હાજર રહેશે

SHARE:

૨૧મીએ ‘તાલુકા સ્વાગત કાર્યક્રમ’માં વર્ગ-૧ના અધિકારીઓ હાજર રહેશે

૨૨મીએ સુરત ‘જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ’ યોજાશે
 
આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે અરજદારે દર મહિનાની તા.૧૦મી સુધીમાં અરજી મોકલી આપવી
*લોકોના પડતર પ્રશ્નોના નિકાલ માટે મુખ્યમંત્રી દ્વારા સ્વાગત ઓનલાઈન કાર્યક્રમ અમલમાં મુકવામાં આવ્યો છે. જેમાં કોઈ પણ અરજદાર વ્યકિતગત પ્રશ્ન કે જેમાં કોર્ટ મેટર, નિતિવિષયક અને સર્વિસ મેટર સિવાયના કામોનો નિકાલ સંબંધિત કચેરીમાં થતો ન હોય તો તેવા કામોનો નિકાલ આ કાર્યક્રમમાં કરવામાં આવશે. જે મુજબ વર્ષ ૨૦૨૪નો ફેબ્રુઆરી મહિનાનો તાલુકા સ્વાગત કાર્યક્રમ ૨૧મીએ અને તા.૨૨મીના રોજ જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાશે. તા.૨૧ મીના રોજ સવારે ૧૧:૦૦ વાગ્યે સૂરત મે.જિલ્લા કલેક્ટરશ્રી કોઈ પણ એક તાલુકામાં ઉપસ્થિત રહેશે. જિલ્લા વિકાસ અધિકારી પલસાણા તથા સુરત ગ્રામ્ય‍ના પોલીસ અધિક્ષક બારડોલી તાલુકામાં મામલતદાર કચેરીમાં યોજાનારા ‘તાલુકા સ્વાગત કાર્યક્રમ’માં હાજર રહી લોકોના પ્રશ્નોને રૂબરૂ સાંભળી નિરાકરણ કરશે.
આ કાર્યક્રમના ભાગરૂપે તા.૨૧મીના રોજ સવારે ૧૧.૦૦ વાગે આ અધિકારીઓ તાલુકા સ્વાગત કાર્યક્રમમાં જે તે તાલુકાની મામલતદાર કચેરીઓ ખાતે ઉપસ્થિત રહેશે. જેમાં સિટીમાં સિટી તાલુકામાં નાયબ કલેક્ટર સિટીપ્રાંત અધિકારીશ્રી, ચોર્યાસીમાં નાયબ કલેક્ટરશ્રી- ઓલપાડ, મહુવામાં નાયબ કલેક્ટરશ્રી-બારડોલી, પલસાણામાં નાયબ કલેક્ટરશ્રી-કામરેજ પ્રાંત, ઉમરપાડામાં નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી(પંચાયત), માંગરોળમાં નાયબ કલેક્ટરશ્રી-માંડવી, બારડોલીમાં નાયબ કલેક્ટરશ્રી બારડોલી પ્રાંત, કામરેજમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી(વિકાસ) સિટી, માંડવીમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી(મહેસૂલ) તેમજ ઓલપાડમાં જિલ્લા પુરવઠા અધિકારીશ્રી, સુરતના અધિકારીઓ હાજર રહેશે. ગ્રામજનોએ પોતાના પડતર પ્રશ્નો/રજુઆતો અંગેની ‘મારી અરજી તાલુકા સ્વાગતમાં લેવી’ તેવા મથાળા સાથે ગામના તલાટીને સંબોધીને દર મહિનાની તા.૧૦મી સુધી આપવાની રહેશે. જેનો જે તે તાલુકામાં તાલુકા સ્વાગત કાર્યક્રમમાં સમાવેશ કરવામાં આવશે. જયારે જિલ્લા કક્ષાના નિકાલ કરવાના કામ માટેની અરજી જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં મોકલી આપવી તેમ સુરતના નિવાસી અધિક કલેકટરશ્રીની યાદીમાં જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!