બામણીયા સબ ડિવિઝનના વીજ ગ્રાહકો માટે આર્થિક શોષણ આદીવાસી સમાજ માટે પડકાર રૂપ.

SHARE:

વીજ ગ્રાહકો માટે આર્થિક શોષણ આદીવાસી સમાજ માટે પડકાર રૂપ.

સુરત,મહુવા:-દક્ષિણ ગુજરાત વીજ કંપની ના રેઢિયાળ કારભાર હદ વટાવી ચુક્યા છે ઝડપી વિકાસને પણ પાછળ ધકેલી દેતા વહીવટી કારભાર થી મહુવા તાલુકાની જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે.વાત કરીએ મહુવા તાલુકાના બામણિયા સબ ડિવિઝની તો બામણિયા સબ ડિવિઝન ના અધિકારીઓના નિંદ્રાધીન વહીવટ ના કારણે ગાહકોના આર્થિક શોષણ થઈ રહ્યા છે બામણિયા સબ ડિવિઝનના એક ગ્રાહક અરવિંદભાઈ દેવાભાઈ પટેલ રહે પુના તા.મહુવા જી.સુરત જેઓના ઘર વપરાશ માટેનું વીજ કનેકશન ફોલ્ટમાં હોવાથી તેઓને સરેરાશ વીજ બિલ આપવામાં આવતું હતું.પરિવાર આ બાબતે અજાણ હોય જેથી વિજબીલ વધુ આવતું હોવાની મૌખિક જાણકારી આપ્યા બાદ ખબર પડી કે મીટર ફોલ્ટમાં હોવાથી સરેરાશ વીજ બિલ આવી રહ્યું છે.જેથી તેઓ દ્વારા તા.02.12.2023 ના રોજ આ બાબતે લેખિત અરજી બામણિયા સબ ડિવિઝન કચેરી ખાતે આપવામાં આવી હતી 1500 જેટલા સરેરાશ વિજબીલ થી પરિવાર આર્થિક રીતે પણ સક્ષમ ના હોય જેથી ઘર પરિવાર ચલાવવામાં ભારણ વધી જવા પામ્યું હતું.ના તો ઘરમાં મોટર કે ફ્રીજ હોય ત્યારે ઉંચા વિજબીલ થી પરિવાર આર્થિક સંકડામણ અનુભવી રહ્યું હતું તેવામાં લેખિત અરજી આપ્યા બાદ પણ મીટર નહિ લગાવવામાં આવતા ફરી પાછું નવું વિજબીલ આવી જતા સરેરાશ વિજબીલ જ ફાડવામાં આવ્યું હતું.ત્યારે પરિવાર માથે આર્થિક રીતે પડી ભાંગ્યો છે આતો રહી વાત એક જ ગ્રાહકની પરંતુ બામણિયા સબ ડિવિઝન મળતી માહિતી અનુસાર એવા તો 30 થી પણ વધુ ગ્રાહકો છે જેઓ રોજ કચેરીના ધક્કાઓ ખાઈ રહ્યા છે.અને નવા મીટર બાબતે પૂછપરછ કરી રહ્યા છે ત્યારે મહુવા તાલુકાના ટ્રાઇબલ એરિયાના વીજ ગ્રાહકોના જ્યારે વીજમીટર ફોલ્ટમાં હોય અને સરેરાશ વીજ બિલ આવતા હોય અને ગ્રાહકો દ્વારા અરજી આપ્યા બાદ પણ નવા વીજ મીટરો નહિ લગાવામાં આવે તો આ બાબતે આદીવાસી સમાજ નું આર્થિક શોષણ ગણવું કે પછી વહીવટી તંત્રની કળા કારીગરી ગણવી અને અરજી આપ્યા બાદ પણ સરેરાશ વીજ બિલ ભરવું પડતું હોય તો તેના જવાબદાર કોણ એ સ્થાનિક જનતા માટે હાલના સંજોગોમાં ઉદ્દભવતો સૌથી મોટો સવાલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!