32 થી વધુ દીપડાને ઝબ્બે કરનાર પુના ગામે અઢી થી ત્રણ માસના વાછરડા પર દીપડા એ હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધો.
સુરત,મહુવા:-મહુવા તાલુકો જ્યારે દીપડાનો ગઢ બની ચુક્યો છે ત્યારે સૌથી વધુ દીપડાને ઝબ્બે કરનાર પુના ગામ જ્યાં 32 થી વધુ દીપડાને પાંજરે પુરવામાં આવ્યા છે ત્યાં દીપડાએ પાલતુ પશુ વાછરડા પર હિંસક હુમલો કરી મોત ને ઘાટ ઉતારી દીધો હતો.પુના ગામે પશુપાલન નો વ્યવસાય કરતા દક્ષાબેન સતિષભાઈ પટેલ જેમના પાલતુ પશુ વાછરડો બે થી અઢી માસનો હોય જેના પર તા.28.01.2024 ના રાત્રી 2 થી 3 કલાક સમયે દીપડાએ વાછરડા પર હુમલો કરી દેતા અન્ય જાનવરોના અફરા તરફથી ઘર માલિક જાગી જતા દીપડા એ વાછરડા પોતાના સકંજામાંથિ છોડી બાજુના ખેતરમાં ભાગી છૂટ્યો હતો.મૃત વાછરડાં ગળાના ભાગે પંજાના નિશાન જોવા મળ્યા હતા અને ગળાના ભાગે નખ અંદર સુધી ધસાવી દેતા વાછરડા નું મોત નીપજ્યું હતું.અધૂરા શિકારની શોધમાં ફરી દીપડો આજ રાત્રી આવે તે પહેલાં વન વિભાગ દ્વારા પાંજરું ગોઢવી દીપડાને ઝબ્બે કરે એવી સ્થાનિક જનતા આશા સેવી રહ્યા છે.પુના ગામે હાલમાં પણ પાંચ થી છ દીપડા નું ટોળું ખુલ્લામાં આંટા ફેરા મારી રહ્યું છે એવું પણ જાણવા મળે છે.





