પ્રજાસત્તાક પર્વની પૂર્વસંધ્યાએ ઓલપાડના સ્વાતંત્ર્ય સેનાની ભાલચંદ્રભાઈ ગોરના પૂત્રી હર્ષાબેન ભાલચંદ્ર ગોરનું સન્માન
પ્રજાસત્તાક પર્વની પૂર્વસંધ્યાએ ઓલપાડના સ્વાતંત્ર્ય સેનાની ભાલચંદ્રભાઈ ગોરના ૮૦ વર્ષીય પૂત્રી હર્ષાબેન ભાલચંદ્ર ગોરનું જિલ્લા વહીવટીતંત્ર દ્વારા શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. નાયબ મામલતદારશ્રી ભાવેશ ઈટાલીયાએ હર્ષાબેનના ઘરે રૂબરૂ જઈને તેમને સન્માનિત કર્યા હતા.





