તા.૨૩મીએ પનાસમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રના નવા વહીવટી ભવનનું લોકાર્પણ થશે
સુરતના પનાસ ખાતે નવસારી કૃષિ યુનિવર્સિટી સંલગ્ન કૃષિ વિજ્ઞાન કેન્દ્રના નવા વહીવટી ભવનનું તા.૨૩મીએ સવારે ૧૦.૦૦ વાગ્યે નવસારી કૃષિ યુનિ, ના વાઈસ ચાન્સેલર શ્રી ઝેડ.પી.પટેલના હસ્તે લોકાર્પણ થશે. આ વહીવટી બિલ્ડિંગમાં અધિકારીઓ અને કર્મચારીઓની ચેમ્બર ઉપરાંત વિશેષ ૧૫ સ્ટોલ પર મધમાખી ઉછેર પ્રાકૃતિક ખેતી, મિલેટસ, પશુપાલન, નર્સરી અને ડ્રોન ટેક્નોલોજી સહિતની કૃષિ પદ્ધતિઓનું ખેડૂતોને માર્ગદર્શન અપાશે. આ કેન્દ્ર સાથે સુરત અને આજુબાજુના વિસ્તારના એક લાખ જેટલા ખેડૂતો જોડાયેલા છે. જેમને સીધો લાભ મળશે





