રાષ્ટ્રીય આદીવાસી સાંસ્કૃતિક કાર્યક્રમ 2024 નું વસરાઈ ખાતે મોટી જનમેદની વચ્ચે સંપન્ન.

SHARE:

રાષ્ટ્રીય આદીવાસી સાંસ્કૃતિક કાર્યક્રમ 2024 નું વસરાઈ ખાતે મોટી જનમેદની વચ્ચે સંપન્ન.

સુરત જિલ્લાના મહુવા તાલુકામાં આદીવાસી પંચ મહુવા ગુજરાત આયોજિત સૂચિત ધોડિયા સમાજ સાંસ્કૃતિક ભવન નિર્માણ સ્થળ વસરાઈ તા.મહુવા.જી.સુરત ખાતે તા.13.01.2024 ના રોજ સાંજે 07:00 કલાકથી ભવ્ય આદીવાસી જતન જાળવણી સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરતા ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.સૌ પ્રથમ દેવ પૂજા આદીવાસી રીત રિવાજ મુજબ કરવામાં આવી હતી.ત્યારબાદ તરુણભાઈ પટેલે રાજ્ય બહારથી આવેલા મહેમાનોનો પરિચય કરાવ્યો હતો.સામુદાયિક સ્વાવલંબન અને આદીવાસી સંસ્કૃતિ નું જતન ભુપેન્દ્ર ચૌધરી દ્વારા કરવામાં આવ્યું હતું.માલતી તાઈ મહારાષ્ટ્ર જેઓએ આદીવાસી સમાજ લોકો માટે કોઈપણ સમસ્યા હોય ત્યાં 108 ની ભૂમિકા ભજવી રહ્યા છે જેમનું ઉદ્દબોધન બાદ લદાખનું લોકનૃત્ય અલી આરકોનૃત્ય રજુ કરવામાં આવ્યું હતું.દિશા ધોડિયા સમાજ વસરાઈના પ્રતિનિધિ મુકેશભાઈ મહેતાનું વકત્વ રજૂ કરાયું હતું.સળગતી સમસ્યા એટલે રોજગાર વિષયને અંકુર પટેલ દ્વારા સુંદર વક્તવ્ય રજૂ કરાયું હતું.ઉપસ્થિત મહેમાન 170 વિધાનસભાના ધારાસભ્ય મોહનભાઈ ઢોડીયા,સુરત જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના અધ્યક્ષ રાકેશભાઈ,મહુવા તાલુકાના સરપંચો રાજેસ્થાનના ધારાસભ્ય રાજકુમાર રોતા,હવરચંદ ડામોર તેમજ અન્ય તમામ મહેમાનોનું મહેમાનનું સન્માન કરાયું હતું.દિલ્હીથી પધારેલા મંગલચંદ્ર હાંસદા ગુજરાતનો આભાર વિષય પર પોતાનું વક્તવ્ય રજૂ કર્યું હતું.લોકનૃત્ય માટે આસામથી આવેલ ટીમનું બિહુનૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું.સ્થાનિક તુર નૃત્ય ખરવાણ બાદ રાજસ્થાન થી પધારેલા ભવંરલાલ પરમાર,અરવિંદ ઉરાવ ઉડીશા નું વક્તવ્ય બાદ ઝારખંડ આવેલ ટીમનું લોકનૃત્ય નગાડા નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું.સમસ્ત આદીવાસી સમાજ ગુજરાત રાજ્યના પ્રમુખ ડો.પ્રદીપ ગરાસિયા દ્વારા સમાજને થતા અન્યાય વિશે જાગૃતિ આપતા સંદેશ સાથે ની વિસ્તૃત જાણકારી આપી હતી.તેલંગણાનું પ્રસિદ્ધ લોકનૃત્ય ઘુસાડી નૃત્ય બાદ કાર્યક્રમને પૂર્ણાહુતિ તરફ લઈ જવાતા આભાર દર્શન અને રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમને મોડી સાંજે પૂર્ણ કરવામાં આવ્યો હતો.કાર્યક્રમને ક્રમબદ્ધ અને સમાજને થોડા અંતરે માર્ગદર્શન પૂરું પાડતા જઈને સમગ્ર કાર્યક્રમનું સંચાલન તુષારભાઈ પટેલ,નરેનભાઈ ચૌધરી અને કુંજનભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમની જાણકારી મળતા વિવિધ રાજ્યના સાંસ્કૃતિક વારસાને જાણવા પ્લાસ્ટિક એન્જિનિયર ની નોકરી છોડી છોડી પગપાળા ભારત પ્રવાસ કરી રહેલા સનોજકુમાર કુશવાહા જેઓ 18 રાજ્યનું પરિભ્રમણ કરી ચૂકયા છે જેમનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મેળાના રૂપમાં બદલાયેલ વસરાઈ સમાજ ભવન ખાતે આદીવાસી ખાના ખજાના ની મજા સાથે અન્ય રાજ્યના લોકનૃત્ય માણવા હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!