માંડવી તાલુકાના સાદડી અને મોટી ચેર ગામે રૂ.૪.૫૮ કરોડના ખર્ચે રોડ અને બ્રિજના કુલ ૭ વિકાસકામોનું ખાતમુહૂર્ત કરતા આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિ

SHARE:

માંડવી તાલુકાના સાદડી અને મોટી ચેર ગામે રૂ.૪.૫૮ કરોડના ખર્ચે રોડ અને બ્રિજના કુલ ૭ વિકાસકામોનું ખાતમુહૂર્ત કરતા આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિ

આદિજાતિ મંત્રીના હસ્તે માંડવીના સાદડી ગામે રૂ.૧૨ લાખના ખર્ચે નિર્મિત થનાર પુસ્તકાલયનું ખાતમુહૂર્ત

માંડવી તાલુકાના પ્રત્યેક ગામોના યુવા અને મહિલાઓના સશક્તિકરણ સાથે સર્વાંગી વિકાસ સાધી સ્માર્ટ વિલેજ બનાવવાનો સંકલ્પ: આદિજાતિ રાજ્યમંત્રી
આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર રાજ્યમંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિના હસ્તે માંડવી તાલુકાના સાદડી અને મોટી ચેર ખાતે રાજ્ય સરકાર અને કાકરાપાર અણુવિદ્યુત મથકના સંયુક્ત આર્થિક સહયોગથી સી.એસ.આર. અંતર્ગત મંજૂર થયેલા રૂ.૪.૫૮ કરોડના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. સાથે જ સાદડી ગામે સાદડી મુખ્ય પ્રાથમિક શાળા કમ્પાઉન્ડ ખાતે રૂ.૧૨ લાખના ખર્ચે નિર્માણ પામનારા પુસ્તકાલયના મકાનનું ભૂમિપૂજન કરાયું હતું.
આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, માંડવી તાલુકાના પ્રત્યેક ગામોના યુવા અને મહિલાઓના સશક્તિકરણ સાથે સર્વાંગી વિકાસ સાધી સ્માર્ટ વિલેજ બનાવવાનો સંકલ્પ કર્યો છે. રાજ્ય સરકાર વિવિધ કલ્યાણકારી યોજનાઓ થકી છેવાડાના માનવીની સુવિધામાં વધારો થાય તેવા લક્ષ્ય સાથે કાર્ય કરી રહી છે. ત્યારે માંડવી તાલુકાના ગામોમાં થઈ રહેલા વિકાસકાર્યો દ્વારા ગ્રામજનોના જીવનધોરણમાં સુધારો કરી શકાશે.
ગામમા નિર્માણ પામનાર પુસ્તકાલય માટે ગ્રામજનોને અભિનંદન આપતા મંત્રીશ્રીએ ગામના બાળકો અને યુવા વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે પ્રોત્સાહિત કર્યા હતા. તેમણે કહ્યું કે, સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા બાળકોએ ગામ છોડી અન્યત્ર જવું નહીં પડે. તેઓ ઘર આંગણે જ લાયબ્રેરીનો લાભ લઇ ઉચ્ચ શિક્ષણ કે અન્ય પરીક્ષાઓની તૈયારી કરી પોતાની ઉજ્જવળ કારકિર્દી ઘડી પરિવાર સાથે ગામ,શહેર કે રાજ્યના વિકાસમાં મહત્વનું યોગદાન આપી શકે છે.
વિકાસકામોમાં રૂ.૯૯.૫૮ લાખમાં કે.પી.એસ.એસ. ૨૦૨૩-૨૪ કન્સ્ટ્રકશન ઓફ સ્લેબ ડ્રેઇન ઓન જાખલા એપ્રોચ રોડ, રૂ.૧૪.૫૦ લાખમાં કે.પી.એસ.એસ. ૨૦૨૩-૨૪ કન્સ્ટ્રકશન ઓફ સી.સી. રોડ એટ વાંકલા નેશનલ હાઇવે થી સીવાજીભાઈના ઘર સુધી રોડ, રૂ.૩૦.૧૨ લાખમાં કે.પી.એસ.એસ. ૨૦૨૩-૨૪ કન્સ્ટ્રકશન ઓફ સી.સી. રોડ એટ સુનીલભાઈ રતના ઘર થી નારસીગ રુમસીના ઘર એટ નવા રતનીયા વિલેજ રોડ, રૂ. ૪૧ લાખમાં કે.પી.એસ.એસ. ૨૦૨૩-૨૪ કન્સ્ટ્રકશન ઓફ નાનીચેર મેઇન રોડ થી વાયા પુલ ફળીયા વાયા કુનતા રાજેશના ઘર થી વડકુઇ સીમ રોડ, રૂ.૧૧૩.૮૭ લાખમાં કે.પી.એસ.એસ. ૨૦૨૩-૨૪ કન્સ્ટ્રકશન ઓફ જામણકુવા હનુમાન મંદિરથી સાદડી વિલેજ જોઇનીંગ રોડ, રૂ.૮૪.૯૫ લાખમાં કે.પી.એસ.એસ. ૨૦૨૩-૨૪ કન્સ્ટ્રકશન ઓફ જાખલા વિલેજથી ઝરીમોરા વિલેજ જોઈનીંગ રોડ, રૂ.૭૩.૫૦ લાખમાં કે.પી.એસ.એસ. ૨૦૨૩-૨૪ કન્સ્ટ્રકશન ઓફ બોક્ષ કલ્વર્ટ ઓન મોટીચેર ચચરીયા ફળયા રોડ સહિતના કુલ સાત કામોનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ કામો સાકારિત થવાથી માંડવી તાલુકાની માળખાગત સુવિધાઓમાં વધારો થશે.
આ પ્રસંગે જિ.પં. ઉપપ્રમુખ રોહિતભાઈ પટેલ, KAPS સાઈટ ડાયરેક્ટર સુનિલકુમાર રોય, દિપકભાઈ , સંગઠન પ્રમુખ દિનેશભાઈ પટેલ, તા.પં. પ્રમુખ દિલીપભાઈ ચૌધરી, સરપંચ પ્રતિક્ષાબેન, CSRના એન.જે કેવટ, સરપંચ એસોસિયેશન પ્રમુખ કમલેશભાઈ ચૌધરી, હિતેશભાઈ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!