ઉજવણી માટે સુરતીઓનો ઉત્સાહ અને સુરતી ભોજન બંને જ ખૂબ રસપ્રદ છે: પતંગબાજ જુલિયન એન્ટોનેલી, આર્જેન્ટીના
અડાજણ રિવરફ્રન્ટ ખાતે આયોજિત આંતરરાષ્ટ્રીય પતંગોત્સવમાં દેશ-દુનિયાના પતંગબાજો અને રંગબેરંગી અવનવી પતંગો આકર્ષણનું કેન્દ્ર બની હતી. ૧૦ વર્ષથી પતંગબાજી કરી રહેલા આર્જેન્ટીનાના જુલિયન એન્ટોનેલી પ્રથમ વખત સુરતના પતંગ મહોત્સવમાં ભાગ લઈ રહ્યા છે. ૨૬ વર્ષીય જુલિયન પોતાનો અનુભવ વર્ણવતા કહે છે કે, ગુજરાતનો પતંગોત્સવ વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. અને એમાં પણ સુરતની મુલાકાત મારા માટે યાદગાર બની રહેશે. ઉજવણી માટે સુરત વાસીઓનો ઉત્સાહ અને સુરતી ભોજન બંને જ ખૂબ રસપ્રદ છે.





