કાછલ કૉલેજના NSS વિભાગ દ્વારા યોજાયેલ વાર્ષિક ખાસ શિબિરની પૂર્ણાહુતિ કરવામાં આવી.

SHARE:

કાછલ કૉલેજના NSS વિભાગ દ્વારા યોજાયેલ વાર્ષિક ખાસ શિબિરની પૂર્ણાહુતિ કરવામાં આવી.

સુરત જિલ્લાના મહુવા તાલુકાના સરકારી, વિનયન વાણિજ્ય અને વિજ્ઞાન કોલેજ,કાછલના એન.એસ.એસ વિભાગ દ્વારા યોજાયેલ તા. 01/01/2024 થી 07/01/2024 સુધી વાર્ષિક ખાસ શિબિરની પૂર્ણાહુતિ કરવામાં આવી. જેમાં શરૂઆતમાં પ્રાર્થના તથા આશ્રમશાળાના આચાર્યશ્રી સતીષભાઈ પટેલ તથા તમામ શિક્ષકોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું. ત્યારબાદ સાત દિવસ દરમ્યાન થયેલ પ્રવૃત્તિનો અહેવાલ ડૉ. પદ્માબેને જણાવ્યો હતો. પછી એન. એસ. એસ. ના સ્વયંસેવકોએ અભિપ્રાયો આપ્યા હતાં. જેમાં અંજના, ધ્રુવ, વિલાસી, પ્રથમ, હર્ષ, મયંક અને રિયા વગેરે સ્વયંસેવકોએ સાત દિવસના કેમ્પમાં શું શીખ્યા, તેના અનુભવો પણ વાગોળ્યા હતાં. શિબિર દરમ્યાન થયેલ પ્રવૃત્તિમાં વિજેતા બનેલ આશ્રમશાળાના વિદ્યાર્થીઓને ઇનામ આપવામાં આવ્યા હતાં. ત્યારબાદ આચાર્યશ્રી સતીષભાઈ પટેલ સાહેબે વિદ્યાર્થીઓને આર્શીવચન આપ્યા હતાં.કાર્યક્રમની આભારવિધિમાં આશ્રમશાળાના સ્ટાફગણ, વિદ્યાર્થીઓ અને કર્મચારીઓનો આભાર માનવામાં આવ્યો હતો. કાર્યક્રમનું આયોજન કૉલેજના આચાર્યશ્રી ડૉ.હેતલ એસ.ટંડેલ મૅડમની મંજૂરીથી તથા એન.એસ.એસ પ્રોગ્રામ ઓફિસર ડૉ.પદ્મા તડવી અને પ્રા આશા ઠાકોરના સંચાલનથી શિબિર પૂર્ણ કરવામાં આવી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!