આઈ.ટી.આઇ. મજુરાગેટ ખાતે તા.૮મીએ PM નેશનલ એપ્રેન્ટીસશીપ ભરતીમેળો યોજાશે
——
તાલીમમાં જોડાવા ઇચ્છુક ઉમેદવારોએ જરૂરી પ્રમાણપત્ર સાથે હાજર રહેવા અનુરોધ
——
સુરત:શનિવાર: રાજ્ય સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ-ગાંધીનગર દ્વારા સંચાલિત ITI મજુરા ગેટ, સુરત ખાતે આગામી તા.૦૮-૦૧-૨૦૨૪ના રોજ સવારે ૧૦:૩૦ કલાકથી PM નેશનલ એપ્રેન્ટીસશીપ મેળો યોજાશે. એપ્રેન્ટીસ તાલીમમાં જોડાવા ઇચ્છુક ઉમેદવારોએ જરૂરી પ્રમાણપત્ર સાથે હાજર રહી ભરતી મેળાનો લાભ લેવા આચાર્ય, આઇ.ટી.આઇ.(ITI), મજુરાગેટની યાદીમાં જણાવાયું છે.





