કુપાવાડી આશ્રમશાળા ખાતે સાત દિવસીય ખાસ શિબિરના આયોજન ને ખુલ્લું મુકતા માનસિંહ પટેલ.
જીવન જીવવાની કળા એટલે એન.એસ.એસ.:-માનસિંહ પટેલ
કાછલ કોલેજ ના એન.એસ.એસ અંતર્ગત વાર્ષિક ખાસ શિબિરમાં માનસિંહભાઈ પટેલે જણાવ્યું કે “જીવન જીવવાની કળા એટલે એન. એસ. એસ.”
સરકારી વિનયન, વાણિજય અને વિજ્ઞાન કૉલેજ, કાછલમાં એન.એસ. એસ વિભાગ અંતર્ગત શ્રી સર્વોદય કેળવણી મંડળ કરચેલીયા સંચાલિત “આશ્રમશાળા કરચેલીયા” ગામ -કૂપાવાડી ખાતે 01/01/2024 થી 07/01/2024, એમ સાત દિવસીય વાર્ષિક ખાસ શિબિરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.સમારંભના પ્રમુખશ્રી માનસિંહભાઈ કલ્યાણજીભાઈ પટેલ (સુમુલ ડેરી તથા મહુવા સુગર ફેક્ટરીના ચેરમેન ),સમારંભના ઉદ્દઘાટકશ્રી એવા આચાર્ય ડૉ.હેતલ એસ.ટંડેલ મૅડમ અને કરચેલીયાના સરપંચ કેયુરભાઈ પટેલ, સુરેશભાઈ, નિલેશભાઈ,મેડિકલ ઓફિસર ડૉ.પ્રીતિબેન પટેલ,માજી આચાર્ય બચુભાઈ, આશ્રમશાળાના પ્રિન્સીપાલ સતિષભાઈ પટેલ તથા કાછલ કૉલેજના સ્ટાફગણ,50 સ્વયંસેવિકાઓ અને 17 સ્વયંસેવકો આ ઉદ્ઘાટન બેઠકમાં હાજર રહ્યાં હતાં. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય, પ્રાર્થના અને સ્વાગત ગીત દ્વારા કરવામા આવી હતી.તથા તમામ મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ડૉ. પદ્માબેન તડવીએ એન.એસ.એસ.નું મહત્વ અને શિબિરની રૂપરેખા સ્પષ્ટ કરી આપી હતી.
આશ્રમશાળાના સમસ્ત પરિવાર વતી પ્રિન્સીપાલ સતીશભાઈ પટેલે સ્વયંસેવકોને શુભેચ્છાઓ પાઠવી હતી.ત્યારબાદ કોલેજના આચાર્યશ્રીએ તમામ મહેમાનોને આવકારીને સ્વયંસેવકોને સાચા હ્દયથી શ્રમ કાર્ય થકી દેશસેવામાં જોડાવા માટેની પ્રેરણા પૂરી પાડી હતી. ત્યારબાદ અધ્યક્ષીય ઉદ્દબોધન રજૂ કરતા માનસિંહ પટેલે જણાવ્યું હતું કે એન.એસ.એસ એટલે જીવન જીવવાની કળા” તેમજ જુગતરામ દવે જેવા મહાન વ્યક્તિઓના ઉદાહરણ આપી સ્વયંસેવકોને દેશ સેવા,રાષ્ટ્ર સેવાનું મહત્વ સમજાવ્યું હતું.ત્યારબાદ આભારવિધિ દરમ્યાન તમામ આમંત્રિત મહેમાનો અને વિદ્યાર્થીઓનો આભાર પ્રગટ કરવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું આયોજન એન.એસ.એસ. વિભાગ દ્વારા અને સંચાલન પ્રોગ્રામ ઓફિસર પ્રા.આશા ઠાકોર દ્વારા કરવામાં આવ્યું હતું.





