માંડવી તાલુકાના ઝાબ ગામના આદ્યશક્તિ મંડળની બહેનો મિશન મંગલમ યોજના થકી બની આત્મનિર્ભર

SHARE:

માંડવી તાલુકાના ઝાબ ગામના આદ્યશક્તિ મંડળની બહેનો મિશન મંગલમ યોજના થકી બની આત્મનિર્ભર
સરકાર દ્વારા અમલી જનકલ્યાણકારી યોજનાઓથી રાજ્યમાં છેવાડે વસતા અદના માનવીઓ પણ સ્વમાનભેર જીવન વ્યતિત કરી રહ્યા છે. સશક્ત સમાજના નિર્માણ માટે મહિલાઓનું સશક્તિકરણ કરવું પણ એટલું જ જરૂરી છે. રાજ્યની મહિલાઓ આર્થિક રીતે પગભર બની મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ બને એ માટે સરકાર દ્વારા અમલી ‘મિશન મંગલમ યોજના’એ રાજ્યની લાખો મહિલાઓને આર્થિક રીતે આત્મનિર્ભર બનાવી છે.
સુરત જિલ્લાના છેવાડે આવેલા માંડવી તાલુકાના ઝાબ ગામની આત્મનિર્ભરતાને વરેલી બહેનોની વાત કંઇક નિરાળી છે. કોઈ દિવસ ઘરનો ઉંબરો ન ઓળંગતી ઝાબની મહિલાઓ આજે મિશન મંગલમ’ના પ્રતાપે આદ્યશક્તિ મંડળની સ્થાપના કરીને સ્વરોજગારી મેળવી રહી છે. ગામનો સીમાડા વટાવી તાલુકા અને જિલ્લા કક્ષા સુધી જઈ આ બહેનો પોતાનામાં રહેલી પ્રતિભાનો પરિચય કરાવી રહી છે.
મંડળના પ્રમુખ રાજેશ્રીબેન ગામીતે જણાવ્યું હતું કે, અમારી બહેનોને ૨૦૨૨માં ક્લસ્ટર કો-ઓર્ડીનેટર અરુણાબેન ચૌધરી પાસેથી સખીમંડળની રચના અને તેના ફાયદા વિષય તમામ માહિતી મળી હતી. અમે ૧૩ બહેનોએ મળી આદ્યશક્તિ મંડળની રચના કરી. મંડળ દ્વારા વિવિધ પ્રવૃત્તની શરૂઆત કરી. અમને બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાન(BSVS) દ્વારા બેંક ઓફ બરોડાના સુરત સેન્ટરમાં એક અઠવાડિયાની તાલીમ મળી હતી. તાલીમમાં મહિલાઓને બેન્કના ખાતા ખોલવા, સખી મંડળો બનાવવા, ધિરાણ અપાવવા જેવી વિવિધ તાલીમ આપવામાં આવી હતી.
રાજેશ્રીબેન વધુમાં કહ્યું હતું કે, આંતરિક ધિરાણ અભિગમથી અમે સક્ષમ બની શકીએ તે માટે સરકાર દ્વારા અમારા જૂથને રૂ.૩૦ હજારનું રિવોલ્વીંગ ફંડ આપવામાં આવ્યું હતું. તથા જૂથની બહેનો દર મહિને રૂ. ૨૦૦ બચત કરીને સ્વસહાય જૂથમાં જમા કરીએ છીએ. રાજેશ્રીબેન કહે છે કે, અમે સખી મંડળની બહેનો હાલમાં બેંકમાં ખાતા ખોલવા, નાણાંની લેવડ-દેવડ તેમજ વિમાપોલિસી જેવી કામગીરી કરીએ છીએ. જેનાથી સારૂ એવું આર્થિક ઉપાર્જન પ્રાપ્ત થાય છે.
મિશન મંગલમ યોજનાએ અમને ઉડવા માટે પાંખો આપી છે, હવે અમને ઉંચી ઉડાન ભરતા કોઈ રોકી શકશે નહી એમ તેમણે ઉમેર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!