‘વિકસિત ભારત સંકલ્પ યાત્રાઃ માંડવી
માંડવી તાલુકાના અમલસાડી ગામે આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિના અધ્યક્ષસ્થાને વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ
}} છેવાડાના નાગરિકોના જીવનને સરકારની યોજનાઓથી લાભાન્વિત કરી ઉજાગર કરવાની યાત્રા એટલે વિકસિત ભારત સંકલ્પ યાત્રાઃ
}} સંકલ્પ યાત્રા થકી દેશના દરેક નાગરિકોનો એક સમાન સર્વાગી વિકાસ થાય તે માટેનું સરકારે આયોજન કર્યું છેઃ
:- * આદિજાતિ મંત્રી કુંવરજીભાઈ હળપતિ*
મહાનુભવોના હસ્તે સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ કરાયું
કેન્દ્ર સરકાર અને રાજય સરકારની કલ્યાણકારી યોજનાઓ લાભ છેવાડાના ગ્રામજનો સુધી પહોચે તેવા આશયથી સુરત જિલ્લાના માંડવી તાલુકાના અમલસાડી ગામ ખાતે આદિજાતિ વિકાસ રાજ્યમંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિની અધ્યક્ષતામાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ યોજાઈ હતી. જેમાં સંકલ્પ યાત્રા રથનું ભવ્ય સ્વાગત કરી વિકસિત ભારતની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. તેમજ વિવિધ સ્ટોલ દ્વારા નાગરિકોને કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓની જાણકારી આપી નવા લાભાર્થીઓની નોંધણી કરાઈ હતી.
આ પ્રસંગે આદિજાતિ વિકાસ રાજ્યમંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિએ જણાવ્યું હતું કે, છેવાડાના નાગરિકોના જીવનને સરકારની યોજનાઓથી લાભાન્વિત કરી ઉજાગર કરવાની યાત્રા એટલે વિકસિત ભારત સંકલ્પ યાત્રા.સંકલ્પ યાત્રા થકી દેશના દરેક નાગરિકોનો એક સમાન સર્વાગી વિકાસ થાય તે માટેનું સરકારે આયોજન કર્યું છે.ગરીબો માટેની યોજનાઓ સાચા અર્થમાં લોકોને મળી રહે તે માટે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો શુભઆશય છે.
વધુમાં તેમણે જણાવ્યું કે,વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ સમગ્ર ભારતમાં ભગવાન બિરસા મુંડાના જન્મજયંતિ દિવસે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કર્યો હતો.દેશના તમામ લોકો સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાથી વંચિત ન રહી જાય માટે સંકલ્પ યાત્રા શરૂ કરવામાં આવી છે.છેવાડાના ગરીબ,મધ્યમ વર્ગના લોકોના હિત માટે સરકાર હરહંમેશા પ્રયત્નશિલ રહી છે.સરકારની યોજનાઓ આપણા માટે જ છે જેનો દરેક લોકોએ લાભ લેવો જોઇએ,તમામ લોકોને આ સંકલ્પ રથ વિશે માહિતી આપી સરકારની વિવિધ યોજનાનો લાભ અન્ય લોકોને અપવાના આશય સાથે વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં ગામે ગામ ફરી રહી છે.
જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ રોહિતભાઈ પટેલે લોકોના હિત માટે અમલી બનાવેલી કલ્યાણકારી યોજનાઓની માહિતી આપી હતી. તેમણે કહ્યું કે, જ્યારે દેશના ગામડાઓ વિકસિત બનશે ત્યારે જ દેશ વિકસિત બનશે. ગામોના વિકાસ માટે સરકારની દરેક યોજનાઓના લાભ ૧૦૦ ટકા ઘરેઘર પહોંચે તે માટે લોકોને જાગૃત રહેવા અને જાગૃતતા ફેલાવવા જણાવ્યું હતું.
આ વેળાએ રાજ્યમંત્રીશ્રીના હસ્તે વિવિધ યોજનાઓના લાભાર્થીઓને સહાયનું વિતરણ કરાયુ હતું. તેમજ લાભાર્થીઓએ પોતાના અનુભવો જણાવ્યા હતા.
આ પ્રસંગે તાલુકા પંચાયતના ઉપપ્રમુખ શ્રીમતી ગીતાબેન પટેલ, જિલ્લા પંચાયત સભ્યશ્રી અનિલભાઈ ચૌધરી,તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ કમલેશભાઈ ચૌધરી, શાસક પક્ષના નેતાશ્રી મીનાક્ષીબેન ચૌધરી, એસોશિએશનના પ્રમુખશ્રી કમલેશભાઇ ચૌધરી,અગ્રણીશ્રી દિનેશભાઇ પટેલ,સુરેશભાઇ લાડ, કનુભાઇ,રેમાબેન ચૌધરી, મીનાક્ષીબેન ગામતી, મામલતદારશ્રી મનિષભાઇ પટેલ, માંડવી તાલુકા વિકાસ અધિકારીશ્રી રવિન્દ્રસિંહ સોલંકી,સરપંચશ્રી હિતેશભાઇ,તલાટી-કમ-મંત્રીશ્રી, આરોગ્ય સ્ટાફ, આંગણવાડી વર્કર, તેડાગર, સખી મંડળની બેહેનો અને અન્ય વિભાગના અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.





