મહુવાના વહીવટીતંત્ર દ્વારા ખેડૂતોને હેરાનગતિ કરવામાં આવતા હોવાના આક્ષેપો સાથે આવેદનપત્ર

સુરત મહુવા:- મહુવા તાલુકામાં નિર્દોષ ખેડૂતોને હેરાનગતિ,મંજુરી વિના ચાલતા ઇંટ ભઠ્ઠાઓ માટી ખોદકામ અને હેરફેર ના આક્ષેપો કરી આ મુદ્દે તપાસની માંગ સાથે પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
આવેદનપત્ર માં આક્ષેપો સાથે જણાવ્યા મુજબ મહુવા તાલુકામાં વહીવટીતંત્ર દ્વારા ખેડૂતો ને ખોટી રીતે હેરાન પરેશાન કરવામાં આવે છે.મહુવા તાલુકામાં ખેડૂતો પોતાના ખેતરમાં લેવલીંગ નું કામ કરતા હોય ત્યારે ઝાડ ના ખુંતા દૂર કરવા પરવાનગી લેવી પડે કે સ્પષ્ટતા કરવી ,તેમજ પોતાના રહેઠાણ માટે ઘર બનાવે તેમાં માટી પૂરાણ પોતાના ખેતરમાંથી પુરાણ કરે તો વહીવટીતંત્ર દ્વારા હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે.તેમજ ખેડૂતો શૌચાલય માટે ખાર કૂવા બનાવે ત્યારે પણ વહીવટીતંત્ર દ્વારા ખાર કુવાઓ ખોદવાની મંજૂરીઓ માંગવામાં આવે છે.ચોમાસામાં ખેતરોમાં થયેલ ધોવાણ ની મરામત કરવામાં આવે ત્યારે તેમજ પશુઓના દફન માટે ખાડો ખોદવામાં આવે ત્યારે પણ વહીવટીતંત્ર દ્વારા હેરાન કરવામાં આવતા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે,જ્યારે બીજીબાજુ મહુવા તાલુકામાં પરવાનગી વિના જ ઈંટ ના ભઠ્ઠાઓ ચાલી રહ્યા છે તેમજ મહુવા મામલતદાર કચેરી ની ઓફિસ નીચેથી જ માટી ની ટ્રકો હેરફેર કરવામાં આવે તે બાબતે કાર્યવાહી કે તપાસ કરવામાં આવતી નથી.
ઇંટના ભઠ્ઠાઓની તપાસ,માટીની ટ્રકો ની સામે કાર્યવાહી તેમજ ખેડૂતોને થતી હેરાનગતિ બંધ કરવાની માંગ સાથે ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ સમિતિના મહામંત્રી ખેડૂતનેતા દર્શનકુમાર એ.નાયક,ખેડૂત આગેવાન વિપુલભાઈ પટેલ(મહુવા),એડવોકેટ પરિમલભાઈ પટેલ,ખેડૂત આગેવાન પ્રકાશભાઈ મેહતા,ખેડૂત આગેવાન કુંજનભાઈ પટેલ,મીનેશભાઈ પટેલ,જયેશભાઇ પંચાલ(મહુવા),હનીફભાઈ ,રિતેશ ગરાસિયા સહિત મહુવા તાલુકાના ખેડૂત આગેવાનો તથા ખેડૂતો દ્વારા આવેદપત્ર પાઠવવામાં આવ્યું હતું




