Traffic Tail

મહુવા ટાઉન પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા કાછલ કોલેજમાં ‘સાયબર ક્રાઇમ’ અને ‘ગુડ ટચ બેડ ટચ ‘ વિશે વ્યાખ્યાન યોજવામાં આવ્યો.

SHARE:

મહુવા ટાઉન પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા કાછલ કોલેજમાં ‘સાયબર ક્રાઇમ’ અને ‘ગુડ ટચ બેડ ટચ ‘ વિશે વ્યાખ્યાન યોજવામાં આવ્યો.

મહુવા તાલુકાની સરકારી, વિનયન, વાણિજ્ય અને વિજ્ઞાન કોલેજ કાછલમાં તારીખ 21/12/2023 , ગુરુવારના રોજ આચાર્યશ્રી ડૉ.હેતલ એસ.ટંડેલ મૅડમનાં માર્ગદર્શન હેઠળ અને મહુવા ટાઉન પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા ‘સાયબર ક્રાઇમ’ અને ‘ગુડ ટચ બેડ ટચ ‘ વિશે વિદ્યાર્થીઓમાં જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો. જેમાં પ્રદીપભાઈએ સાયબર ક્રાઇમથી બચવા માટેના ઉપાયો અને હેલ્પલાઇન નંબર 1930 વિશેની માહિતી આપી. આ સાથે આવી પરિસ્થિતિમાં મુકાઈએ ત્યારે બચાવનાં તમામ પગલાંઓ વિશેની માહિતી આપી હતી. ત્યારબાદ દક્ષાબેન અને મરિયમબેને વિદ્યાર્થિનીઓને ‘ગુડ ટચ બેડ ટચ ‘ વિશે માહિતી આપી હતી અને મહિલા હેલ્પ લાઇન નંબર 181 અને ટોલ ફ્રી નંબર 100 વિશેની માહિતી આપી હતી. ત્યારબાદ કાર્યક્રમની આભારવિધિ કરતાં ડો. રાકેશ ચૌધરી કાર્યક્રમની મંજૂરી આપવા બાબત કોલેજના આચાર્યશ્રી ડૉ.હેતલ એસ. ટંડેલ મેડમ અને મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત મહુવા ટાઉન પોલીસ સ્ટેશનની ટીમનો આભાર માન્યો હતો. સમગ્ર કાર્યક્રમનું આયોજન એન.એસ.એસ પ્રોગ્રામ ઓફિસર ડૉ.પદ્માબેન તડવીએ સંચાલન અને કૉલેજના સમસ્ત સ્ટાફ પરિવારના આયોજન થકી તથા રાષ્ટ્રગીત ગાઇને કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!