તા.૨૩ ડિસેમ્બરે ખેડૂત તાલીમ કેન્દ્ર બારડોલી ખાતે‘રાષ્ટ્રીય કિસાન દિવસ’ની ઉજવણી કરાશે
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર સુરત દ્વારા ખેડૂત ભાઈ-બહેનોને કાર્યક્રમનો લાભ લેવા અનુરોધ
ખેડૂતોને ખેતી, પશુપાલન અને ખેતીના વિવિધ પાકોની નવીનતમ ટેકનોલોજીથીમાહિતગાર કરાશે
સુરત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા કેન્દ્ર સરકારના માર્કેટીંગ અને નિરીક્ષણ નિયામક, કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગના સંયુક્ત ઉપક્રમે તા.૨૩ ડિસેમ્બર શનિવારના રોજ બારડોલીના ખેડૂત તાલીમ કેન્દ્ર ખાતે સવારે ૯.૦૦ થી બપોરે ૦૧:૦૦ વાગ્યા દરમિયાન ‘રાષ્ટ્રીય કિસાન દિવસ’-૨૦૨૩ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ખેડૂત ભાઈ–બહેનોને ખેતી, પશુપાલન અને ખેતીના વિવિધ પાકોની નવીનતમ ટેકનોલોજીથી માહિતગાર કરવામાં આવશે. તેથી વધુમાં વધુ ખેડૂત ભાઈ-બહેનોને આ કાર્યક્રમનો લાભ લેવા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર-સુરતની યાદીમાં જણાવાયું છે.




