Traffic Tail

સુમુલના ચેરમેન માનસિંહ પટેલ અને એમડી.અરુણ પુરોહિતે ઊર્જા બચત માટેનો પ્રથમ એવોડ સ્વીકાર્યો

SHARE:

સુમુલના ચેરમેન માનસિંહ પટેલ અને એમડી. અરુણ પુરોહિતે ઊર્જા બચત માટેનો પ્રથમ એવોડ સ્વીકાર્યો

સુરત : સુમુલ ડેરીના નવી પારડી એકમને ઉર્જા બચત માટે ભારતભરનાં ડેરી ક્ષેત્રે પ્રથમ ક્રમાંકે નેશનલ એનર્જી કન્ઝર્વેશન એવોર્ડ – 2023 એનાયત કરવામાં આવ્યો છે.

સુરત અને તાપી જિલ્લાની જીવાદોરી સમાન સુમુલ ડેરી, સુરત (ગુજરાત)ના એકમ નવી પારડી ડેરીને ડેરી ક્ષેત્રમાં રાષ્ટ્રીય ઊર્જા સંરક્ષણ-2023 માં “પ્રથમ પુરસ્કાર’ એનાયત કરવામાં આવ્યો છે. તેમજ સુમુલ ડેરી, સુરત મેઇન પ્લાન્ટને ડેરી ફ્રેત્રે “સર્ટિફિકેટ ઓફ મેરિટ’ એનાયત કરવામાં આવ્યું છે. આ એવાર્ડ સુમુલ ડેરીના ચેરમેન માનસિંહભાઈ કે.પટેલ અને મેનેજિંગ ડિરેક્ટર અરુણભાઈ એચ. પુરોહિતને ભારતના રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મું દ્રારા આજે 14 ડિસેમ્બર,
2023 (રાષ્ટ્રીય ઊર્જા સંરક્ષણ દિવસ) ‘ ના રોજ વિજ્ઞાન ભવન, નવી દિલ્હી !

, ખાતે એનાયત કરવામાં આવ્યો છે. :ભારતના ડેરી ઉદ્યોગનાં ઇતિહાસમાં ‘ સુમુલ ડેરીએ ડેરી ઉધોગના ક્ષેત્રમાં વર્ષ 2023 માં ભારતભરમાંથી મળેલી કુલ 32 ડેરીઓની અરજીઓ સામે સ્પર્ધાના તમામ માપદંડમાં ખરા ઉતરી એક જ વર્ષમાં બે નેશનલ એવોર્ડ મેળવ્યા છે. જેમાં સુમુલ ડેરીના નવી પારડી એકમે પ્રથમ ક્રમાંક મેળવ્યો છે. આ એવોર્ડ સુરત અને તાપી જિલ્લાના પશુપાલકોને અર્પણ કરતા માનસિંહ પટેલે જણાવ્યું હતું કે પશુપાલકોએ સુમુલ ડેરીના વહીવટમાં મુકેલા વિશ્વાસનું આ પરિણામ છે. સુમુલ ડેરીનું નિયામક મંડળ અને અધિકારીઓ હંમેશા પશુપાલકોના હિત માટે સતત કાર્યરત રહે છે. તેમણે એક અપીલ કરતા જણાવ્યું હતું કે ભારતના યશશ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આવનાર વર્ષોમાં ભારત ઊર્જા સંરક્ષણ અને ક્લાયમેટ ચેન્જની દિશામાં વિશ્વ આખા માટે એક આદર્શ બનવાનું છે. આ એવોર્ડ સુમુલ ડેરી સાથે જોડાયેલા કર્મચારીઓ/અધિકારીઓની ઉત્કૃષ્ટ કામગીરી બદલ મોટી ભેટ છે.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!