‘મેરી કહાની મેરી જુબાની’
પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના પરિણામે મારુ ભવિષ્ય સુરક્ષિત થયુ છે: માંડવી તાલુકાના મોરીઠા ગામના વતની ધર્મેશભાઈ ચૌધરી
વિકસિત સંકલ્પ યાત્રાનો રથ ગામે ગામ પરિભ્રમણ કરીને છેવાડાના માનવી સુધી યોજનાના લાભો પહોચાડી રહ્યો છે ત્યારે સુરત જિલ્લાના માંડવી તાલુકાના મોરીઠા ગામના અનેક લાભાર્થીઓને લાભો એનાયત કરાયા હતા. મોરીઠા ગામના વતની ધર્મેશભાઈ ચૌધરીએ કહ્યું કે, મને આજે પ્રધાનમંત્રી આયુષ્માન કાર્ડ મળ્યું છે જેનાથી ભવિષ્યમાં કોઈ પણ ગંભીર બિમારી આવશે તો કાર્ડથકી વિના મૂલ્યે સારવાર મેળવી શકીશ. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના કારણે મારુ ભવિષ્ય સુરક્ષિત થયુ છે જે બદલ ધર્મેશભાઈએ રાજય તથા કેન્દ્ર સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.




