માંડવી તાલુકાના નવા રતનીયા અને નાનીચેર ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથનું ભવ્ય સ્વાગત.
કેન્દ્ર સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ કરાયું
ભારત સરકાર અને કેન્દ્ર સરકારની કલ્યાણકારી યોજનાઓ ગામે ગામ સુધી પહોચે તેવા આશયથી સુરત જિલ્લાના માંડવી તાલુકામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ ત્રીજા દિવસે નવા રતનીયા અને નાનીચેર ગામે આવી પહોંચ્યો હતો.
નવા રતનીયા ગામે મુખ્ય સેવિકશ્રીમતી પલકબેન પટેલે કેન્દ્ર સરકાર તથા રાજય સરકારની વિવિધ વિભાગોની યોજનાઓ બાબતે વિસ્તૃત માહિતી આપી હતી.
આ પ્રસંગે પ્રધાનમંત્રી આવાસ યોજના, આયુષ્માન કાર્ડ અને PM-Kishanના લાભાર્થીઓને કીટ વિતરણ કરવામાં આવ્યું હતું ઉપરાંત મિશન મંગલમ્ યોજના હેઠળ સખીમંડળની બહેનોને ચેક વિતરણ કરવામાં આવ્યું હતું. ખેતીવાડી શાખા દ્વારા ડ્રોન ડેમોસ્ટ્રેશન કરવામાં આવ્યું. ‘મેરી કહાની મેરી ઝુબાની’ અંતર્ગત પ્રધાનમંત્રી આવાસ યોજના અને આઇસીડીએસના લાભાર્થી દ્વારા મેળવેલા લાભની સાફલ્યા ગાથા રજુ કરવામાં આવી હતી.
આ અવસરે વિસ્તરણ અધિકારી (ખેતીવાડી) દેલસિંગભાઈ ચૌધરી,નાબાર્ડના અધિકારીશ્રી કુંતલબેન સુરતી,ગામના માજી સરપંચશ્રી રાજુભાઈ ગામીત,દૂધ ડેરી પ્રમુખશ્રી રામસિંગભાઈ ચૌધરી,ગામના અગ્રણી દિલીપભાઈ ગામીત અને દાસાભાઈ ચૌધરી,SBI ના અધિકારીશ્રી શુભમભાઈ, BOB ના અધિકારીશ્રી ધર્મેશભાઈ,ICDS મુખ્ય સેવિકાશ્રી પલકબેન પટેલ,તલાટી કમ મંત્રી કાજલબેન, વસ્મોમાંથી આદિત્યભાઈ,આરોગ્ય વિભાગના કર્મચારી,આંગણવાડી કાર્યકર અને તેડાગર તેમજ અન્ય વિભાગના કર્મચારીઓ, ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.






