સ્વચ્છતા હી સેવા – સુરત જિલ્લો
‘સ્વચ્છતા હી સેવા અભિયાન’ હેઠળ ઓલપાડ તાલુકાના ભટગામ ખાતે સફાઇ ઝુંબેશ હાથ ધરાઇ
તા.૧ ઓક્ટોબરથી રાષ્ટ્રવ્યાપી શરૂ કરાયેલા ‘સ્વચ્છતા હી સેવા અભિયાન’ને બહોળા પ્રમાણમાં જનસમર્થન મળી રહ્યું છે. કચરા મુક્ત ભારત અને કચરા મુક્ત રાજ્ય કરવાની નેમ સાથે શરૂ કરાયેલી મુહિમ અંતર્ગત વિવિધ પ્રવુત્તિઓ કરાઇ રહી છે.ત્યારે સ્વચ્છતા હી સેવા અભિયાન’ હેઠળ ઓલપાડ તાલુકાના ભટગામમાં સફાઇ અભિયાન હાથ ધરાયું હતું. જેમાં માજી ધારસભ્યોશ્રીઓ અને ગ્રામજનોએ સાથે મળીને ગામની આજુબાજુના વિસ્તારની સાફ સફાઇ કરી હતી.
આગામી ૨ મહિના સુધી આ અભિયાનને લંબાવીને સમગ્ર રાજ્યને સ્વચ્છ, નિર્મળ અને સુઘડ બનાવવા રાજ્ય સરકાર દ્વારા આગોતરું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત સફાઈ ઝુંબેશને વધુ અસરકારક બનાવવા જનભાગીદારી થકી ઠેર ઠેર સફાઈ કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે જેના પરિણામે સફાઇ ઝુંબેશ જન આંદોલનમાં પરિણમી છે.






