ભિક્ષાવૃત્તિ કરતા 122 તથા બાળમજૂરી કરતા 61 બાળકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા

SHARE:

બાળ મજુરી તથા ભિક્ષાવૃત્તિમાં જોડાયેલ માસૂમ બાળકોનું સફળ રેસ્ક્યુ “Operation Bachpan”

ભિક્ષાવૃત્તિ કરતા ૧૨૨ તથા બાળમજૂરી કરતા ૬૧ બાળકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા

સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સા.શ્રી.એ શહેરના તમામ પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી તથા પોલીસ કર્મચારીની મિટિંગ લઈ રસ્તે રખડી ભીખ માંગતા તથા બહારના રાજ્યમાંથી લાવી મજૂરી કરાવતા બાળકોને રેસ્ક્યુ કરવાની ડ્રાઇવનું આયોજન કરવા માટે સૂચના આપવામાં આવી હતી.
જે સૂચના અનુસંધાને સુરત મહિલા સેલ દ્વારા સુરત શહેરના પોલીસ સ્ટેશનના SHE ટીમ અને CWPOનું સંકલન કરી સુરત શહેરમાં આવેલ રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, ચાર રસ્તા, ટ્રાફિક સિગ્નલ, ખાણી પીણીની જગ્યા, હરવા ફરવાની જગ્યા જ્યાં બાળકો ભીખ માંગતા હોય અથવા બાળકો પાસેથી ભીખ મંગાવવાનું કૃત્ય થતું હોય તેવી જગ્યાઓને આઇડેન્ટિફાઇડ કરવામાં આવી. આઇડેન્ટિફાઇડ કરેલ તમામ જગ્યાએથી ભીખ માંગતા તથા બહારના રાજ્યમાંથી બાળકોને લાવી મજૂરી કરાવતા બાળકોને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
ઓપરેશન અનુસંધાને તા. ૦૨ જુલાઇ ૨૦૨૬ના રોજ રેસ્ક્યુ ઓપરેશનમાં પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભીખ માંગતા હોય એવા ૭૬ બાળકો તથા ૪૬ બાળકીઓ મળીને કુલ ૧૨૨ બાળકોને તથા ભિક્ષાવૃતિની પ્રવુતિમાં સંકળાયેલ હોય એવા ૭ બાળકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. જે રેસ્ક્યુ બાદ તમામ બાળકોનું મેડિકલ ચેક અપ કરાવી CWC માં રજૂ કરેલ છે. હવે તમામ બાળકોની ઓળખ પ્રસ્થાપિત કરવાની કામગીરી ચાલી રહી છે. તેઓનું કાઉન્સિલિંગ કરીને તેઓ પાસે કોઈ બળજબરીથી ભીખ માંગવાનું કોઈ ઓર્ગેનાઈઝેશન દ્વારા બાળકોનો ઉપયોગ થતો હોય તેવી માહિતી મેળવવાની પ્રોસિજર ચાલી રહી છે. જે માં માતા-પિતા બાળકોના પુરાવા રજૂ કરે તેઓની ખાતરી કરી બાળકો પાસે ફરી ભીખ નહિ મંગાવાની કાઉન્સિલિંગ કરીને ખાતરી મેળવી તેઓને સોંપવાની પ્રોસિજર હાથ ધરવામાં આવી છે. જે બાળકોના મા-બાપ નથી તેઓની સંસ્થામાં રાખી તેઓના અભ્યાસ માટે જિલ્લા શિક્ષણ અધિકારી સાથે સંકલનમાં રહી તેઓના અભ્યાસ બાબતેના નિર્ણય લેવા કાર્યવાહી કરવામાં આવશે. તેમજ જે વ્યક્તિઓ બાળકો પાસેથી ભીખ મંગાવાનું ગેરકાયદેસર કૃત્ય કરાવતાં હોય તેમની વિરુદ્ધ ગુના દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
નાના ઉધોગોમાં જોડાયેલ બાળકો
આ સાથે મજૂરી નિવારણ અનુસંધાને જિલ્લા કક્ષાની ટાસ્ક ફોર્સ (DTF) તથા સુરત પોલીસ દ્વારા મળી ૧૬ સ્થળોએ રેઈડ કરી ૬૧ બાળકો શ્રમિકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. બાળ મજૂરો રાખતી ૦૬ સંસ્થા વિરુદ્ધ FIR કરવામાં આવેલ છે. મુક્ત કરાયેલ તમામ બાળકોની પુનર્વસનની કામગીરી હાથ ધરવામાં આવેલ છે. જેના ભાગરૂપે આજ દિન સુધી ૧૯ બાળકો/તરુણોનું સર્વ શિક્ષા અભિયાન હેઠળ શૈક્ષણિક પુનર્વસન કરવામાં આવ્યું છે.
આમ ભિક્ષાવૃત્તિ કરતા ૧૨૨ બાળકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા જ્યારે ૬૧ બાળકોને
બાળ મજૂરી કરતા રેસ્ક્યુ કરી મુકત કરવામાં આવ્યા હોવાનું સુરત શહેરની મહિલા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જણાવાયું છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!