સુરત જિલ્લામાં આગામી તહેવારોને ધ્યાને લઈ સભા અને સરઘસ પર પ્રતિબંધ: અધિક જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામુ
સુરત જિલ્લામાં આગામી સમયમાં આવતા વિવિધ તહેવારોને ધ્યાને લેતાં જાહેર શાંતિ અને સલામતી જળવાઇ રહે તે જરૂરી છે. જેને અનુલક્ષીને જિલ્લા મેજીસ્ટ્રેટ, સુરતની હકુમત હેઠળના (પોલીસ કમિશનરેટ સુરત શહેરની હકુમત સિવાય) સમગ્ર સુરત જિલ્લામાં પરવાનગી વગર કોઈ સભા ભરવી કે બોલાવવી નહીં અને કોઈ પણ જાતની સભ-સરઘસ કાઢવા પર પ્રતિબંધ ફરમાવતું અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી વિજય રબારીએ
જાહેરનામું પ્રસિધ્ધ કર્યું છે.
સુરત જિલ્લાના સમગ્ર વિસ્તારમાં જાહેરનામાનો અમલ તા.૦૫/૦૭/૨૦૨૬ અમલી રહેશે. જેમાં કોઇ સભા કરવા કે બોલાવવા કે સરઘસ કાઢવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. આ હુકમ જે વ્યક્તિ સરકારી ફરજ અથવા કામગીરીમાં હોય તેમજ હોમગાર્ડ કે, અન્ય સરકારી અથવા અર્ધ સરકારી એજન્સી જેઓ કાયદેસરની ફરજ ઉપર હોય તેઓને તેમજ સ્મશાન યાત્રાને લાગુ પડશે નહી. આ હુકમનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે.




