Traffic Tail

૧૦૮ની ટીમે અકસ્માતગ્રસ્ત યુવાનના લાખોના દાગીના અને રોકડ પરત કરી દાખવી ઇમાનદારી

SHARE:

૧૦૮ની ટીમે અકસ્માતગ્રસ્ત યુવાનના લાખોના દાગીના અને રોકડ પરત કરી દાખવી ઇમાનદારી

સુરતમાં ૧૦૮ની ટીમે અકસ્માતગ્રસ્ત યુવાનના લાખોના દાગીના અને રોકડ પરત કરી નિષ્ઠા અને ઇમાનદારીનું ઉદાહરણ પૂરૂ પાડ્યું છે. રાંદેર લોકેશન પર ફરજ બજાવતા ૧૦૮ના કર્મીઓએ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા યુવાનના અંદાજે રૂ.૫ લાખની કિંમતના સોનાના દાગીના, રોકડ અને મોબાઈલ ફોન પરિવારને સુરક્ષિત પરત સોંપીને પ્રામાણિકતાનો દાખલો બેસાડ્યો છે.
ગઈકાલે મોડી રાત્રિ દરમિયાન રાંદેર લોકેશન હેઠળ આવતા બરબોધન ગામ પાસે અકસ્માત અંગેનો કોલ મળતા ૧૦૮ની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ત્યાં ૩૬ વર્ષીય શશાંકભાઈ ઠાકોરભાઈ પટેલ માથાના ભાગે ગંભીર ઈજાઓ થવાને કારણે બેભાન અવસ્થામાં મળી આવ્યા હતા. તેમની સાથે કોઈ પરિવારજન ન હતા. ૧૦૮ના EMT શબ્બીર બેલીમ અને પાઇલોટ સુનિલ ભાભોરે સારવાર માટે લઈ જતી વેળાએ ઇજાગ્રસ્તના મોબાઈથી તેમના પરિવારનો સંપર્ક કર્યો હતો. પરિવારની સૂચના મુજબ તેમને નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
ઈજાગ્રસ્ત પાસેથી EMT શબ્બીરભાઈને સોનાની ચેઈન અને સોનાની વીંટી (અંદાજિત કુલ કિંમત રૂ.૫ લાખ), રૂ.૪,૨૦૦ રોકડ રકમ, મોબાઈલ ફોન અને અગત્યના દસ્તાવેજો મળ્યા હતા, જે તમામ ચીજવસ્તુઓ ૧૦૮ની ટીમે ઇજાગ્રસ્તના બહેન કંચનબેનને સહીસલામત પરત સોંપી હતી.
આજના સમયમાં જ્યારે સોનાના ભાવ આસમાને છે, ત્યારે ૧૦૮ની ટીમે દાખવેલી આ નૈતિકતા અને ઇમાનદારી જોઈને પરિવારે ૧૦૮ ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!