Traffic Tail

ડુંગરી ગામે ખેતરોમાં થયેલ વાયરોની ચોરી બાબતે ખેડૂતો ની મહુવા પોલીસ મથકે સામુહિક અરજી.

SHARE:

ડુંગરી ગામે ખેતરોમાં થયેલ વાયરોની ચોરી બાબતે ખેડૂતો ની મહુવા પોલીસ મથકે સામુહિક અરજી.

સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગત મુજબ મહુવા તાલુકામાં પોલીસ ની નિષ્ક્રિયતા સામે ચોર ટોળકી સ્ક્રીય હાલતમાં જોવા મળી છે ત્યારે મહુવા તાલુકાના ડુંગરી ગામે અવાર નવાર ખેતીવાડીમાં વીજ વાયરોની ચોરીના બનાવોમાં સતત વધારો જોવા મળ્યો છે.ત્યારે ડુંગરી ગામે ઝાબ ફળિયાના ખેડૂતો ની જમીન ગામના સીમાડે આવેલ છે જ્યાં અનેક ખેડૂતોના ખેતરમાં મોટર પંપના વીજ વાયરની ચોરી થવા પામી છે.અનેક ખેડૂતોના ખેતરમાં ત્રાટકેલ કેબલ ચોરો એ ખેડૂતોને આર્થિક રીતે સૌથી મોટો ફટકો પાડી દીધો છે બીજી તરફ મોંઘવારીના માર વચ્ચે ખેડૂતો ને સિંચાય પર પણ એની અસર પડી છે.ચોરી ની ઘટના બાદ ખેડૂતોમાં ભય નો માહોલ સર્જાયો છે ત્યારે ડુંગરી ગામના ખેડૂતો ભેગા મળી ચોરને શોધવા માટે તજવીજ હાથ ધરી છતાં કોઈ ભાળ નહિ જણાતા આખરે ખેડૂતો ભેગા મળી મહુવા પોલીસ મથકે સામુહિક અરજી કરી છે અને મહુવા પોલીસ ને વહેલી તકે ચોર ને ઝબ્બે કરવાની માંગ કરી હતી.ત્યારે મહુવા પોલીસ કેબલ ચોરો ને ઝબ્બે કરશે કે પછી ખેડૂતો ની દુર્દશા આવી જ યથાવત રહેશે તે હવે જોવું રહ્યું.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!