Traffic Tail

IAS, IPS જેવી ભરતી પરીક્ષાના દરેક તબક્કે અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને પ્રોત્સાહક સહાય મળે છે.

SHARE:

IAS, IPS જેવી ભરતી પરીક્ષાના દરેક તબક્કે અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને પ્રોત્સાહક સહાય મળે છે
અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ સન્માનભેર ઉચ્ચ અભ્યાસ કરી શકે એના માટે રાજ્ય સરકારે અનેક શૈક્ષણિક યોજનાઓ અમલી બનાવી છે, ત્યારે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ કરી આગળ વધે એવા હેતુથી IAS, IPS જેવી ભરતી પરીક્ષાના દરેક તબક્કે અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને પ્રોત્સાહક સહાય આપવામાં આવે છે. જેમાં પ્રાથમિક કસોટી પાસ થતા કુમારને રૂ.૨૫,૦૦૦ અને કન્યાને રૂ.૩૦,૦૦૦, મુખ્ય પરિક્ષા પાસ થતા કુમારને રૂ.૨૫,૦૦૦ અને કન્યાને રૂ.૩૦,૦૦૦ અને આખરી પંસદગીમાં પાસ થતા કુમારને રૂ.૫૧,૦૦૦ અને કન્યાને રૂ.૬૧,૦૦૦ની પ્રોત્સાહક સહાય આપવામાં આવે છે.
આ યોજના સ્પીપા મારફત અમલ કરવામાં આવી છે. આ યોજનાનો લાભ અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓએ સ્પીપામાં ફોર્મ સાથે જરૂરી ડોકયુમેન્ટ આપવાના રહેશે.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!