ધનગૌરી સાર્વજનિક વિદ્યાલય વલવાડામાં વિદ્યાર્થીઓ માટે મોટીવેશન સેમીનાર નું આયોજન
સુરત -મહુવા :- શ્રી વલવાડા વિભાગ સાર્વજનિક કેળવણી મંડળ વલવાડા સંચાલિત ધનગૌરી સાર્વજનિક વિદ્યાલય વલવાડામાં ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓ માટે મોટિવેશન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના વિદ્યાર્થીઓમાં અભ્યાસ પ્રત્યે રુચિ વધે તે સાથે વિદ્યાર્થીઓને પરીક્ષાલક્ષી માર્ગદર્શન મળે તેવા શુભ આશયથી આ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. બારડોલી કોલેજના નિવૃત પ્રોફેસર શ્રી જે.કે ટંડેલ સાહેબે વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. શાળાના આચાર્યશ્રી નિલેશભાઈ પ્રજાપતિએ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરી પરિચય આપ્યો હતો .સંસ્થાના પ્રમુખશ્રી તથા હોદ્દેદારોએ શ્રી જે.કે ટંડેલ સાહેબનું પુષ્પગુચ્છ, શાલ તેમજ મોમેન્ટો આપી સન્માન કર્યું હતું. શ્રી જે કે ટંડેલ સાહેબ દ્વારા વિદ્યાર્થીઓએ સફળતા મેળવવા માટે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ તેનું દ્રષ્ટાંત સહિત માહિતી આપી હતી. સેમિનારમાં કેળવણી મંડળના હોદ્દેદારો ,શાળાના શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. અંતે શાળાના મદદનીશ શિક્ષક ધર્મેશભાઈ મહેતાએ આભાર વિધિ કરી હતી.




