Traffic Tail

દક્ષિણ ગુજરાત વીજ કંપનીમાં છેલ્લા છ મહિનામાં ખાલી પડેલી વિદ્યુત સહાયક (ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ) ૧૯૫ જગ્યાઓમાં નિમણુંકો આપવામાં આવી છે.

SHARE:

દક્ષિણ ગુજરાત વીજ કંપનીમાં છેલ્લા છ મહિનામાં ખાલી પડેલી વિદ્યુત સહાયક (ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ) ૧૯૫ જગ્યાઓમાં નિમણુંકો આપવામાં આવી છે.

હાલમાં ૨૯૦૬ મહેકમની સંપુર્ણ જગ્યાઓ ભરવામાં આવી છેઃ

સુરતઃ દક્ષિણ ગુજરાત વીજ કંપનીની કોર્પોરેટ કચેરી ખાતે વાંસદાના ધારાસભ્ય શ્રી અનંત પટેલ તથા ડેડીયાપાડાના ધારાસભ્યશ્રી ચૈતર વસાવા સહિત મોટી સંખ્યામાં લોકોએ ભેગા મળીને ડીજીવીસીએલમાં વિદ્યુત સહાયક (ઈલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ)ની ભરતી બાબતે આક્રોશ સભાનું આયોજન કર્યું હતું. તેઓએ ડીજીવીસીએલ મેનેજમેન્ટને વિદ્યુત સહાયક (ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ)ની જગ્યાઓ ભરવા અંગે રજૂઆત કરી હતી.
આ બાબતે ડીજીવીસીએલની મેનેજમેન્ટ દ્વારા જણાવાયું છે કે, હાલમાં વિદ્યુત સહાયક ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની કુલ ૨૯૦૬ મંજુર થયેલ છે. જે પૈકી છેલ્લા છ મહિનામાં ખાલી પડેલ ૧૯૫ જગ્યાઓમાં વિદ્યુત સહાયક (ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ)ને નિમણૂકો આપવામાં આવી છે. આમ ઉપરોક્ત મંજૂર થયેલ મહેકમ સામે સંપૂર્ણ જગ્યાઓ ભરવામાં આવી છે. ભવિષ્યમાં પડનારી જગ્યાઓ સામે પૂર્વે એપ્રેન્ટીસની યાદીમાંથી લેખિત તેમજ શારીરિક પરીક્ષા દ્વારા પસંદગી કરેલ ઉમેદવારોને નિમણૂકો આપવામાં આવશે.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!