તા.૧૬ નવેમ્બરે સુરતના સંજીવકુમાર ઓડિટોરિયમ ખાતે ‘કર્મ ભૂષણ એવોર્ડ ૨૦૨૫’ યોજાશે
અ.નિ.સ. સંસ્થા દ્વારા સતત ત્રીજા વર્ષે સુરત સિટી પોલીસના અધિકારી/કર્મચારીઓને સામાજિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી માટે સન્માનિત કરાશે
તા.૧૬ નવેમ્બરે સુરતના સંજીવકુમાર ઓડિટોરિયમ ખાતે ‘કર્મ ભૂષણ એવોર્ડ ૨૦૨૫’ યોજાશે. અપમૃત્યુ નિવારણ સહાય(અ.નિ.સ.) સંસ્થા દ્વારા રવિવારે બપોરે ૩:૩૦થી સાંજે ૬:૩૦ કલાક દરમિયાન યોજાનારા આ કાર્યક્રમમાં સતત ત્રીજા વર્ષે સુરત સિટી પોલીસના અધિકારી/કર્મચારીઓને સન્માનિત કરાશે.
આ કાર્યક્રમમાં બાળકો, મહિલાઓ તથા પરિવારોની સુરક્ષા, સેવા અને સમાજ કલ્યાણના ક્ષેત્રે અનન્ય યોગદાન આપનારા સુરત સિટી પોલીસના અધિકારીઓ/કર્મચારીઓને સન્માનિત કરવામાં આવશે. કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિતિ તરીકે વેટરન એર માર્શલ પદ્માવતી બંદોપાધ્યાય (PVSM, AVSM, VSM, પદ્મશ્રી), ભારતીય વાયુસેનાની ગૌરવસભર પ્રથમ મહિલા એર માર્શલ ઉપસ્થિત રહેશે.
આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે કેન્દ્રીય જળ શક્તિ મંત્રીશ્રી સી.આર.પાટીલ, નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી, પોલીસ કમિશનરશ્રી અનુપમસિંહ ગહલોત તેમજ અ.નિ.સ. સંસ્થાના અધ્યક્ષ શ્રીમતિ ગીતા શ્રોફ તેમજ શ્રી કમલેશ જોશી અને શ્રીમતી નિયતિ વિજ સહિત પોલીસ વિભાગના અધિકારી કર્મચારીઓ ઉપસ્થિત રહેશે.




