ઓલપાડ અને કિમ ખાતે આયોજિત બ્લડ ડોનેશન કેમ્પની મુલાકાત લેતા વન અને પર્યાવરણ રાજયમંત્રી મુકેશભાઈ પટેલ
કિમ પ્રાથમિક શાળામાં ૨૨૮ અને ઓલપાડ મુખ્ય પ્રાથમિક શાળામાં ૪૧૧ રક્તદાતાઓએ રક્તદાન કરી ૬૩૯ યુનિટ રક્ત એકત્ર કર્યું
તા.૧૭ સપ્ટે. થી ૦૨ ઓક્ટો. દરમિયાન ‘સેવા પખવાડિયા’ અંતર્ગત વિવિધ ગામોમાં રક્તદાન કેમ્પ યોજાશેઃ
ઓલપાડ વિસ્તારમાં ૧,૫૦૦ થી ૧,૭૦૦ બોટલ રક્ત એકત્રિત કરીને વડાપ્રધાનશ્રીના જન્મદિનની સેવાસભર ઉજવણી કરાશે
:- વનમંત્રી મુકેશભાઈ પટેલ
વડાપધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસને અનુલક્ષીને રાજ્યના તમામ કર્મચારી મંડળો દ્વારા વિવિધ સ્થળોએ મહા રક્તદાન કેમ્પો કરવામાં આવી રહ્યાં છે, ત્યારે ઓલપાડ તાલુકાની કિમ પ્રા. શાળા અને ઓલપાડ મુખ્ય પ્રા.શાળામાં બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો, જેની વન અને પર્યાવરણ રાજ્યમંત્રીશ્રી મુકેશભાઈ પટેલે મુલાકાત લઈ આયોજકો તથા રક્તદાતાઓને પ્રોત્સાહિત કર્યા હતા.
કિમ પ્રા.શાળામાં ૨૨૮ અને ઓલપાડ મુખ્ય પ્રા.શાળામાં ૪૧૧ રક્તદાતાઓએ રક્તદાન કરી ૬૩૯ યુનિટ રક્ત એકત્ર કર્યું હતું.
વન અને પર્યાવરણ રાજ્યમંત્રીશ્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, ૧૭મી સપ્ટે.એ યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીનો ૭૫મો જન્મદિવસ છે, ત્યારે આ અવસરે ગુજરાત રાજ્ય કર્મચારી મંડળ સંયુક્ત મોરચો-સુરત જિલ્લા દ્વારા ૧ લાખથી વધુ યુનિટ રકત એકત્ર કરી વિશ્વવ્યાપી કિર્તીમાન સ્થાપિત કરવાનો નિર્ધાર કરાયો છે. ગુજરાતમાં પ્રથમવાર તમામ કર્મચારી મંડળો અને નાગરિકો સાથે મળી બ્લડ ડોનેશન કેમ્પ કરી રહ્યા છે. સમગ્ર ગુજરાતમાંથી ૭૫ હજારથી વધુ બોટલ રક્ત એકત્ર
કરવામાં આવશે. ઓલપાડ તાલુકામાં અત્યાર સુધી રક્તદાન માટે ૨,૦૪૯ જેટલા રજિસ્ટ્રેશન થયા છે. આ માત્ર આજનો કાર્યક્રમ નથી, પરંતુ તા.૧૭ સપ્ટે. થી ૦૨ ઓક્ટો. દરમિયાન ‘સેવા પખવાડિયા’ અંતર્ગત વિવિધ ગામોમાં રક્તદાન કેમ્પ યોજાશે. ઓલપાડ વિસ્તારમાં ૧,૫૦૦ થી ૧,૭૦૦ બોટલ રક્ત એકત્રિત કરીને વડાપ્રધાનશ્રીના જન્મદિનની સેવાસભર ઉજવણી કરાશે.
આ પ્રસંગે તા.પંચાયત પ્રમુખ નીતાબેન પટેલ, અગ્રણીઓ કુલદિપસિંહ ઠાકોર, બ્રિજેશભાઇ પટેલ, તા. આરોગ્ય અધિકારી, મેડિકલ ઓફિસર, આરોગ્ય વિભાગની ટીમ સહિત સરપંચો અને રક્તદાતાઓ ઉપસ્થિત રહ્યાં હતા.




