મહુવા તાલુકામાં 100 થી વધુ ગણેશજી ની પ્રતિમા વિસર્જિત કાછલ ગામે પાણીમાં ડૂબ્યા.
પ્રાપ્ત વિગત મુજબ મહુવા તાલુકામાં 100 થી વધુ ગણેશજીની પ્રતિમા ને વિસર્જિત કરવામાં આવી છે જ્યારે તાલુકાના મુખ્ય ગણાતા ઉમરા અંબિકા નદી ખાતે 15 થી વધુ ગણેસજી ની પ્રતિમા નું વિસર્જન કરવામાં આવ્યું હતું.જે મોડી સાંજે સુધી ચાલુ રહ્યું હતું જ્યારે હળદવા થી ઉમરા સુધી મેળા જેવો માહોલ જોવા મળ્યો હતો.જ્યારે તાલુકાના કાછલ ગ્રામજનો દ્વારા દસ દિવસ ગણેશજીની પુંજા અર્ચના કરી આજે શનિવારે આનંદ ચૌદસના દિને વાજતે ગાજતે બાપાની વિસર્જન યાત્રા કાઢી હતી.આખા ગામમાં બાપાને ફેરવી સાંજે ગામની સીમમાંથી પસાર થતી ધુમાસી ખાડીમાં બાપાને વિસર્જિત કરવા જઈ રહ્યા હતા.તે દરમિયાન અકસ્માતે ગામના ત્રણ યુવાનો
કેતનભાઈ શુક્કરભાઈ ચૌધરી, ઉદયભાઈ નવરજીભાઈ ચૌધરી અને કમલેશ રતિલાલભાઈ ચૌધરી ખાડીના ઉંડા પાણીના વહેણમાં ડૂબવા લાગ્યા હતા.ખાડીના પાણીમાં ડુબનાર ત્રણ યુવાનો પૈકી બે યુવાનો ઉદયભાઈ ચૌધરી અને કમલેશભાઈ ચૌધરી ગ્રામજનોની મદદથી ખાડીના પાણીમાંથી બહાર આવવામા સફળ રહ્યા હતા.જ્યારે 37 વર્ષીય યુવાન કેતનભાઈ શુક્કરભાઈ ચૌધરી ખાડીના પાણીમાંથી બહાર આવી શક્યો ન હતો અને ઉંડા પાણીના વહેણમા તણાઈ ગયો હતો.સ્થાનિક ગ્રામજનો અને તરવૈયાઓએ યુવાનની શોધખોળ હાથ ધરવા છતા પણ કોઈ ભાળ મળી ન હતી.ઘટના અંગે બારડોલી ફાયરની ટીમને જાળ કરાતા ફાયર ઓફિસર પી.બી.ગઢવી અને એમની ટીમ દ્વારા ઘટના સ્થળે આવી રાત્રીના અંધારામાં ખાડીના પાણીમાં ડૂબનાર યુવાનની શોધખોળ હાથ ધરી હતી પરંતુ રાત્રીનો સમય અને અંધારુ વધુ હોવાથી આ લખાઈ રહ્યુ છે ત્યાં સુધીમાં યુવાનની કોઈ ભાળ મળી ન હતી.ગણેસ વિસર્જન દરમિયાન ગામનો યુવાન ખાડીના ઉંડા પાણીમાં ડૂબી જતા ખુશીનો પ્રસંગ માતમમાં ફેરવાઈ ગયો હતો.પરિવારજનો અને મિત્રોના આક્રંદ થી ઘટના સ્થળે તેમજ કાછલ ગામમાં ગમગીની છવાઈ ગઈ હતી.





