Traffic Tail

ગણેશ વિસર્જન તેમજ ખરાબ હવામાનને પગલે તકેદારીના ભાગરૂપે લોકોને સુંવાલી, હજીરા, મગદલ્લા અને ડુમ્મસના દરિયાકિનારે ફરવા કે પાણીમાં જવા પર પ્રતિબંધ: પોલીસ કમિશનરનું જાહેરનામું

SHARE:

ગણેશ વિસર્જન તેમજ ખરાબ હવામાનને પગલે તકેદારીના ભાગરૂપે લોકોને સુંવાલી, હજીરા, મગદલ્લા અને ડુમ્મસના દરિયાકિનારે ફરવા કે પાણીમાં જવા પર પ્રતિબંધ: પોલીસ કમિશનરનું જાહેરનામું
સુરત શહેરમાં આ વર્ષે તા.૦૬/૦૯/૨૦૨૫ના રોજ શ્રીગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન, સરઘસ અને શોભાયાત્રા નીકળનાર છે. આ દરમિયાન હવામાન વિભાગ દ્વારા ખરાબ વાતાવરણની આગાહીને પગલે શહેરમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તકેદારીના ભાગરૂપે શહેર પોલીસ કમિશનરશ્રી અનુપમસિંહ ગહલૌતે એક જાહેરનામાં દ્વારા કેટલાક પ્રતિબંધો મુક્યા છે. જે અંતર્ગત તા.૬/૯/૨૦૨૫ અને ૭/૯/૨૦૨૫ દરમિયાન કોઈ પણ વ્યક્તિઓને (૧) સુંવાલી દરિયા કાંઠાની નજીકના બીચ વિસ્તારમાં લોકોને દરિયા કિનારે ફરવા/દરિયાના પાણીમાં જવા પર તેમજ (૨) વિસર્જનમાં ડુમ્મસ, મગદલ્લા અને હજીરા બીચ સિવાય અન્ય બીચ ઉપર ફરવા જવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ હુકમ (૧) સરકારી ફરજમાં અથવા સરકારી કામગીરીમાં રોકાયેલ હોય તેવા તમામ સરકારી/અર્ધસરકારી કર્મચારીઓ તેમજ (૨) ગણેશ વિસર્જન કરવા જતા કે વિસર્જન પ્રક્રિયામાં જોડાયેલ કોઇ પણ વ્યક્તિઓને લાગુ પડશે નહીં.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!