Traffic Tail

સુરત જિલ્લાના પ્રાકૃતિક ખેતી કરતા ખેડુતો માટે આનંદના સમાચાર

SHARE:

સુરત જિલ્લાના પ્રાકૃતિક ખેતી કરતા ખેડુતો માટે આનંદના સમાચાર

નેચરલ ફાર્મિગ સાયન્સ યુનિ. હાલોલ દ્વારા મહુવાના સણવલ્લા ગામે પ્રાકૃતિક કૃષિ તાલીમ કેન્દ્રને આપી મજુરીઃ હવે સુરત જિલ્લાના ખેડુતો સચોટ તાલીમ અને માર્ગદર્શન મેળવી શકશેઃ
રાજયમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળી રહે તે માટે ખેતીવાડી તંત્ર દ્વારા અથાગ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ત્યારે સુરત જિલ્લામાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડુતો માટે આનંદના સમાચાર આવ્યા છે. ખેડુતોને પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન મળી રહે તે માટે ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી, હાલોલ દ્વારા મહુવા તાલુકાના સણવલ્લા ગામે નંદનવન ગૌશાળાને પ્રાકૃતિક કૃષિ તાલીમ કેન્દ્રની મજુરી આપવામાં આવી છે. રાજયભરમાં ૪૦ જેટલા કેન્દ્ર પૈકી આ કેન્દ્રને મજુરી આપવામાં આવી હતી. જેથી સુરત જિલ્લાના ખેડુતો આ કેન્દ્રમાં પ્રાકૃતિક ખેતીને લગતુ સચોટ માર્ગદર્શન સાથે તાલીમ મેળવી શકશે.
જેના ભાગરૂપે સણવલ્લા ગામે નંદનવન પ્રાકૃતિક કૃષિ કેન્દ્રના સદસ્ય શ્રી ભરતભાઈ પટેલે આપી ઝેરવાવરા ગામના ૨૬ જેટલા ખેડુતોને પ્રાકૃતિક કૃષિના પાંચ આયામો બીજા અમૃત, જીવામૃત-ધન જીવામૃત, વાપસા, આચ્છાદન પાકોનું સહજીવન, પંચ સ્તરીય ‌બાગબાની, દેશી ગાય ગૌપાલન, ગોબર, ગૌમૂત્ર છાસનો બાગાયત પાકોમાં ઉપયોગની માહિતી આપી હતી. ગૌ-શાળા નિદર્શન હર્ષભાઈ પટેલ અને‌ પ્રાકૃતિક કૃષિ પાકો અંગે સ્થળ પર માહિતી જીજ્ઞાસુભાઈ પટેલે આપી હતી.
આ તાલીમ કાર્યક્રમને પ્રોત્સાહન આપવા ઝેર વાવરા ગ્રામ પંચાયતના સરપંચ, દુધ ઉત્પાદક સહકારી મંડળીના પ્રમુખશ્રી પ્રવીણભાઈ પટેલ અને મંત્રીશ્રી ચીમનભાઈ પટેલ તથા વરીષ્ઠ ખેડૂત શ્રી ‌ઉતમભાઈ પટેલ અને શ્રી ઉકાભાઈ પટેલ સાથે તાલીમાર્થીઓએ તાલીમ લીધી હતી.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!