વાંસકુઈ ગામે સ્ટેટ મોનિટરિંગ સેલની રેડ,વિદેશીદારૂ ભરેલી ઇનોવા સહિત 25,91,816 રૂપિયા નો મુદ્દામાલ જપ્ત.
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગત મુજબ મહુવા તાલુકાના વાંસકુઈ ગામની સીમમાં નહેરની બાજુમાં આવેલ સ્મશાનની પાસે મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ઉતરી ત્યાંથી કારટિંગ થતો હોવાની બાતમી સ્ટેટ મોનીટરીંગ સેલ,ગાંધીનગરની ટીમને મળી હતી.જે બાતમી આધારે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે તા-21/08/2025ને ગુરુવારે સવારે 11 વાગ્યે વાંસકુઈ ગામે રેડ પાડી ત્યાંથી દારૂ ભરેલ ઇનોવા કાર (GJ-21-CB-0839) અને વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો.પોલીસે ઘટના સ્થળે થી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની નાની મોટી કુલ 3410 બોટલ કિંમત રૂ.7,56,816/- ,ઈનોવા કાર કિંમત રૂ.18 લાખ ,અને મોબાઈલ નંગ-4 કિંમત રૂ.35,000/- મળી કુલ્લે 25,91,816 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી દારૂનો જથ્થો ઈનોવા કારમાં ભરીને લાવનાર ચાલક રવીન્દ્ર રમેશભાઈ પટેલ (રહે-દમણ) અને દારૂનો જથ્થો મંગવનાર જીગર શંકરભાઈ પટેલ (રહે-વેલણપુર)ની ધરપકડ કરી હતી.જ્યારે દારૂનો જથ્થો મોકલનાર ભાવેશ પટેલ (રહે-દમણ),મેઈન સપ્લાયર નિલેશભાઈ,ઈનોવા કારનો ક્લીનર જીજ્ઞેશ પટેલ (રહે-દમણ),અભય પટેલ (રહે-વેલણપુર),શનિ ચલથાણ અને ઈનોવા કાર માલિકને પોલીસે વોન્ટેડ જાહેર કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.






