Traffic Tail

બાગાયત ખાતાની સહાયલક્ષી યોજનાનો લાભ લેવા ઇચ્છુક અનુસુચિત જનજાતિના ખેડૂતોને તા.૧ સપ્ટેમ્બર સુધીમાં ઓનલાઈન અરજી કરવા અનુરોધ

SHARE:

બાગાયત ખાતાની સહાયલક્ષી યોજનાનો લાભ લેવા ઇચ્છુક અનુસુચિત જનજાતિના ખેડૂતોને તા.૧ સપ્ટેમ્બર સુધીમાં ઓનલાઈન અરજી કરવા અનુરોધ:
સુરત જિલ્લાના બાગાયતી પાકોની ખેતી કરતા અનુસુચિત જનજાતિના ખેડૂતો ઓનલાઈન અરજી કરી બાગાયત ખાતાની નવી યોજના ‘બાગાયતી પાકોમાં કૃષિ યાંત્રીકરણ પ્રોત્સાહન કાર્યક્ર્મ’નો મહત્તમ લાભ લઇ શકે તે માટે તા.૦૧/૦૯/૨૦૨૫ સુધી આઇ-ખેડૂત પોર્ટલ ૨.૦ ખુલ્લું રહેશે. જેનો લાભ લેવા માટે અરજદારોએ પોતાના નજીકના ગામના ઇ-ગ્રામ સેન્ટર, ખાનગી ઇન્ટરનેટ અથવા અત્રેની કચેરીમાં સવારના ૧૧.૦૦થી સાંજના ૫:૦૦ કલાક દરમ્યાન ૭/૧૨, ૮-અ ની નકલ, આધાર કાર્ડની નકલ અને બેંક ખાતાની વિગત સાથે લઇ જઇને http://www.ikhedut.gujarat.gov.in/ પર અરજી કરી શકાશે. અરજી કન્ફર્મ કરી અરજીની પ્રિન્ટ લેવી. જેની નકલ મંજૂરી મળ્યા બાદ ક્લેઇમ સબમીટ કરતી વખતે સહી કરી જરૂરી સાધનિક કાગળો સહિત જિલ્લાની બાગાયત કચેરી ખાતે જમા કરાવવા.
વધુ જાણકારી માટે નાયબ બાગાયત નિયામકની કચેરી, લાલ બંગલા સામે, ઓલપાડી મહોલ્લો, અઠવાલાઇન્સ, સુરત. ફોન નં : ૦૨૬૧-૨૬૫૫૯૪૮, પર સંપર્ક કરવા નાયબ બાગાયત નિયામકની યાદીમાં જણાવાયું છે.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!