ભરૂચથી સુરત સુધીના NH ૪૮ પર આવેલા તાપી બ્રિજની ડાબી સાઇડ તરફથી આવતા ભારે વાહનોને તા.૨૦ ઓગષ્ટ સુધી ડાયવર્ટ કરાયા: અધિક જીલ્લા મેજીસ્ટ્રેટનું જાહેરનામું:
સુરત:-ભરૂચથી સુરત સુધીના એન.એચ.-૪૮ પર આવેલા તાપી બ્રિજના એક્ષ્પાન્શન જોઈન્ટની સમારકામની કામગીરી બાકી હોય આ દરમિયાન વાહન વ્યવહાર સરળતાથી ચાલે તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી વિજય રબારીએ એક જાહેરનામા દ્વારા ડાયવર્ઝનનો સમય ગાળો વધાર્યો છે. તા.૨૦/૦૮/૨૦૨૫ સુધી ભરૂચથી સુરત સુધીના ભરૂચ એન.એચ.-૪૮ પર આવેલા તાપી બ્રિજની ડાબી સાઇડ તરફથી આવતા વાહનો માટે વડોદરા-મુંબઈ એક્સપ્રેસ-વે, પેકેજ-૬ તરફ(એક્સપ્રેસ-વે પર ટુ-વ્હિલર વાહનોને મંજુરી નથી તેથી હાલમાં કાર્યરત રૂટનો જ ઉપયોગ ચાલુ રહેશે)નો વૈકલ્પિક રુટ જાહેર કરાયો છે. ભરૂચ થી સુરત સુધીના એન.એચ.-૪૮ પર આવેલ તાપી બ્રિજની જમણી સાઇડ તરફથી જતા વાહનો હાલમાં કાર્યરત રૂટનો જ ઉપયોગ ચાલુ રહેશે. આ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.






