Traffic Tail

શ્રાવણ માસ દરમિયાન ઓલપાડ સ્થિત સિધ્ધનાથ મહાદેવના મંદિરે વધતી દર્શનાર્થીઓની અવર જવરને પગલે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટનું રુટ ડાયવર્ઝનનું જાહેરનામું:

SHARE:

શ્રાવણ માસ દરમિયાન ઓલપાડ સ્થિત સિધ્ધનાથ મહાદેવના મંદિરે વધતી દર્શનાર્થીઓની અવર જવરને પગલે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટનું રુટ ડાયવર્ઝનનું જાહેરનામું:
સુરત જિલ્લામાં પવિત્ર શ્રાવણ માસ શરૂ થતાં ઓલપાડ ખાતે આવેલા સુપ્રસિધ્ધ સિધ્ધનાથ મહાદેવના મંદિરે ઓલપાડ તાલુકાના તેમજ સુરત શહેર, હાંસોટ, ભરૂચ, નવસારી સહિતના ગામોમાંથી ભાવિકભક્તો પગપાળા કાવડ લઇને દર્શનાર્થે આવતા હોય છે. તેથી ઓલપાડ જતાં હાઇવે માર્ગ પર દર્શનાર્થી અને હજીરાથી આવતા ભારે વાહનોને પગલે અકસ્માતની શક્યતા ઘટાડવા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી વિજય રબારીએ એક જાહેરનામા દ્વારા લોકોની સલામતી અને સુગમ ટ્રાફિક વ્યવસ્થા અર્થે ટ્રાફિક ડાયવર્ઝનનું જાહરનામું પ્રસિદ્ધ કર્યું છે. જે અનુસાર, બંધ કરાયેલા રસ્તા આ મુજબ છે. જેમાં,(૧) નેશનલ હાઈવે નંબર ૪૮ ઉપર કીમ ચાર રસ્તાથી કીમ થઈ વડોલી વાંક સર્કલ થઈ ઓલપાડ તરફ આવતા (૨) સરોલી બ્રીજ થઈ ઓલપાડ તરફ આવતા (૩) સાયણ ઓવર બ્રીજ થઈ ઓલપાડ તરફ આવતા અને (૪) કુદિયાણા ત્રણ રસ્તાથી સરસ તરફ આવતા ભારે વાહનો પર પ્રતિબંધ મુકાયો છે.
ઉપરોક્ત બંધ કરાયેલા રસ્તાના વૈકલ્પિક રુટ આ મુજબ છે. જેમાં (૧) હજીરાથી મોટા ટ્રેઇલર જેવા ૬ વ્હીલ કે તેથી વધારે તરફ વ્હીલવાળા ઓલપાડ આવતા વાહનોને વૈકલ્પિક વ્યવસ્થા તરીકે હજીરાથી સચીન રોડ થઇ પલસાણા ચોકડીથી પસાર કરવામાં આવે અને (૨) નેશનલ હાઈવે ૪૮ કીમ ચાર રસ્તાથી કીમ થઈ વડોલી વાંક સર્કલ થઈ ઓલપાડ તરફ આવતા ભારે વાહનોને વૈકલ્પિક વ્યવસ્થા તરીકે કીમ ઇન્ટરચેંજથી વડોદરા-મુંબઈ એક્સપ્રેસ-વે. પેકેજ-૬ દાખલ થઈ એના ઈન્ટરચેંજથી પલસાણા ચોકડીથી પસાર કરવામાં આવે.
ડાયવર્ટ કરાયેલા રસ્તા (૧) રવિવાર તા.૨૭/૦૭/૨૦૨૫થી સોમવાર તા.૨૮/૦૭/૨૦૨૫ સુધી,(૨) રવિવાર તા.૦૩/૦૮/૨૦૨૫થી સોમવાર તા.૦૪/૦૮/૨૦૨૫ સુધી,(૩) રવિવાર તા.૧૦/૦૮/૨૦૨૫થી સોમવાર તા.૧૧/૦૮/૨૦૨૫ સુધી,(૪) રવિવાર તા.૧૭/૦૮/૨૦૨૫થી સોમવાર તા.૧૮/૦૮/૨૦૨૫ સુધી બંધ રહેશે. આ હુકમનો ભંગ કરનાર સજાને પાત્ર ગણાશે.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!