વૃદ્ધાની મિલકતની માંગ કરી પુત્રીએ ઘરેથી કાઢી મૂકી જાન લેવા ધમકી
મહુવા તાલુકાના કરચેલીયા ગામે માસ્તર ફળીયા માં રહેતી જાબુ ખંડુ ગરાસિયા ઉ. વ.74 ના પતિ સરકારી પ્રેસ માં નોકરી કરતા હતા. 2003 ના વર્ષ માં તેમનું અવસાન થયું હતું. પતિ ન પેન્શન સાથે ગુજરાન ચલાવતી જાબુ ગરાસિયા ત્યારબાદ ગાંધીનગર ખાતે પરણેલી તેની પુત્રી નિશા સાથે રહેવા ગઈ હતી. અમુક વર્ષો બાદ પુત્રી ની દાનત બગડતા તેણે પોતાની માતા સાથે જમવાની તથા પિતા ના પેન્શન ના પૈસા ની માંગણી કરી હેરાનગતિ શરૂ કરી હતી. પુત્રીની અવારનવાર ની હેરાનગતિથી ત્રાસી છેવટે વૃધ્ધ માતા પોતાના વતન કરચેલીયા ખાતે નાના ભાઈ ને ત્યાં રહેવા આવી ગઈ હતી. પુત્રી ને સમજાવવાની અનેક કોશિશ કરી હતી. પરંતુ નિષ્ઠુર પુત્રીએ પોતે પોતાની વિધવા અને વૃધ્ધ માતાને રાખવાની નથી મુજબ જણાવી બિભસ્ત નાલાયક પ્રકાર ની ગાળો આપી પોતાની માતા ને જાન થી મારી નાખવાની ધમકી આપતા લાચાર માતાએ પોતાની પુત્રી વિરુદ્ધ મહુવા પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસ દ્વારા વધુ કાર્યવાહી શરૂ કરાઈ છે.નિષ્ઠુર પુત્રી ના પોતાની જનેતા વિરુદ્ધ ના કરતૂત ની કરચેલીયા પંથક માં ભારે ટીકા ચર્ચાઈ હતી.


