Traffic Tail

મહુવામાં દિવ્યાંગો માટે વિના મૂલ્યે કૃત્રિમ હાથ પગ વિતરણનો કેમ્પ

SHARE:

મહુવામાં દિવ્યાંગો માટે વિના મૂલ્યે કૃત્રિમ હાથ પગ વિતરણનો કેમ્પ

પ્રાપ્ત વિગત મુજબ સ્વામિનારાયણ ગોકુલધામ નાર દ્વારા શ્રી શિક્ષાપત્રી લેખન તથા આચાર્ય પદ સ્થાપન દ્રિશતાબ્દી મહોત્સવ નિમિત્તે તા-23/07/2025ને બુધવારના રોજ મહુવા પંથકમાં આવેલ અસ્મિતા ભવનમાં કુત્રિમ હાથ પગનો ફ્રિ કેમ્પનુ આયોજન કર્યું હતુ.આ કેમ્પમાં 170 મહુવા વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયા,માજી સુરત જિલ્લા પંચાયત આરોગ્ય ચેરમેન જીનેશભાઈ ભાવસાર,મહુવા તાલુકા ભાજપ પ્રમુખ ભાવિનભાઈ નાયક,સુરત જિલ્લા ભાજપ મહામંત્રી જીગરભાઈ નાયક,મહુવા સરપંચ અનિલભાઈ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે મહુવા ધારાસભ્ય મોહનભાઈ દ્વારા દિવ્યાંગની સેવા માટેની આ ઉમદા કામગીરી કરનાર સ્વામિનારાયણ ગોકુલધામ નાર દ્વારાની કામગીરી બિરદાવી હતી અને અભિનંદન આપ્યા હતા.જ્યારે મહુવા તાલુકા ભાજપ પ્રમુખે પણ મહુવામાં આવી દિવ્યાંગોનુ વિચારી તેમને નવુ જીવન આપવા બદલ આ સંસ્થાનો આભાર માન્યો હતો.મહુવા ખાતે યોજાયેલ આ કેમ્પનો 25 જેટલા દિવ્યાંગ લાભાર્થીઓએ લાભ લઈ કુત્રિમ હાથ અને કુત્રિમ પગ વિનામૂલ્યે મેળવ્યા હતા.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!