Traffic Tail

વેલણપુર નજીક મોટર સાયકલ ચાલકે સાયકલ ને અડફેટે લેતા મોત.

SHARE:

વેલણપુર નજીક મોટર સાયકલ ચાલકે સાયકલ ને અડફેટે લેતા મોત.

મહુવા તાલુકાના ઝેરવાવરા ગામે રહેતા બાબુભાઈ લીમજીભાઈ ઢો.પટેલ પોતાની સાયકલ લઈ વેલણપુર ગામની સીમમાંથી પસાર થઈ રહ્યા હતા.તે દરમિયાન પુરપાટ ઝડપે આવતી મોટરસાયકલ (GJ-21-S-6097)ના ચાલકે પોતાના કબ્જાની મોટરસાયકલ પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી બાબુભાઈની સાયકલને પાછળથી ટક્કર મારી ગંભીર અકસ્માત સર્જ્યો હતો.આ અકસ્માતમાં સાયકલ ચાલક બાબુભાઇ પટેલ ગંભીર ઘવાતા તેમનુ ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતુ.જ્યારે મોટરસાયકલ ચાલક અજાણ્યા ઇસમને પણ ગંભીર ઈજા થતા 108મા ટાંકલ સરકારી દવાખાનામા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!