કરચેલીયા ગામે પરપ્રાંતીય દ્વારા આદિવાસી સગીરાની છેડતી મામલે અનંત આનંદ મેદાને….

પ્રાપ્ત વિગત મહુવા મહુવા તાલુકાના કરચેલીયા ગામે રાજ નોવેલ્ટી નામની દુકાન ચલાવતા પરપ્રાંતિય યુવાન કિશન તારારામ ચૌધરીએ શુક્રવારના રોજ પોતાની દુકાનમાં ક્લરીંગ પેપર લેવા આવેલ 12 વર્ષની સગીરાને અંદર બોલાવી છેડતી કરતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો પરંતુ મહુવા પોલીસે આટલી મોટી ઘટનામાં પણ ગંભીરતા રાખી ન હતી અને છેડતી કરનાર પરપ્રાંતિય યુવાનને પોલીસ મથકે થી છોડી મુક્યો હતો.જે ઘટના અંગે રાત્રે જાણ થતા મોટી સંખ્યામાં કરચેલીયા તેમજ આજુબાજુના ગામના આદિવાસી સમાજના યુવાનો ભેગા થઈ ગયા હતા.અને સગીરાની છેડતી કરનાર યુવાનની દુકાન પર પથ્થરમારો કરી સામાન લૂંટી સામાનમાં આગ લગાવતા મામલો ભારે ગરમાયો હતો.જે ઘટના બાદ પોલીસે
સગીરાની છેડતી કરનાર પરપ્રાંતિય યુવાન વિરુદ્ધ પોકસો અને એક્ટ્રોસીટી એક્ટ મુજબ ગુનો નોંધી વલસાડથી તેની ધરપકડ કરી હતી.જે ઘટના બાદ બીજા દિવસે શનિવારે કરચેલીયામા ઠેર ઠેર પોલીસ ગોઠવી દેવામાં આવી હતી અને શાંતિનો માહોલ જોવા મળ્યો હતો.ત્યારબાદ રવિવારના રોજ વાંસદા ધારાસભ્ય અનંતભાઈ પટેલ અને માંડવી માજી ધારાસભ્ય આનંદભાઈ ચૌધરીએ મોટી સંખ્યામાં પીડિતાના ઘરે જઈ તેમના પરિવારની મુલાકાત લઈ સગીરાની હિંમત ને બિરદાવી કોઈના થી પણ ન ડરવા જણાવ્યુ હતુ.જ્યારે પોલીસને આરોપી પરપ્રાંતિય યુવાનની દુકાન સીલ કરવા જણાવ્યુ હતુ.અને જો દુકાન સીલ ન કરશો તો પરિણામ ખરાબ આવશે એમ જણાવ્યું હતુ.ઘટના બાદ આખા દિવસ દરમિયાન પોલીસ એલર્ટ રહી હતી અને ચાંપતો પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો.
બોક્સ :————–
ધારાસભ્ય અનંતભાઈ પટેલે જણાવ્યું હતુ કે અમારી દીકરી પર ખરાબ નજર નાખશે તેને છોડવાના નથી અને ઉપસ્થિત યુવાનોને ધન્યવાદ આપતા જણાવ્યું હતુ કે સગીરાની છેડતી કરનાર પરપ્રાંતિય યુવાનનો તમે જે બદલો લીધો તે બરાબર છે અને બદલો તાત્કાલિક લેવો જ જોઈએ.કાયદો વ્યવસ્થા અને સંવિધાનનું ભાન પોલીસને નય હોય ત્યારે
આદિવાસી સમાજને પણ થશે નહિ.વધુમાં તેમણે કહ્યું હતુ કે આ તબકકે હું ડીવાયએસપીને પણ કહેવા માંગુ છું કે તે દિવસે રાત્રે અમારા બે ત્રણ યુવાનોને માર મારવાની કોશિશ કરી છે,કાન ખોલી ને સાંભળી લેજો હવે પછી જો કંઈ કર્યું તો અમને પોલીસના કપડાં ઉતારી લેતા વાર ન લાગે.યુવાનોને એકતા સાથે રહી કાંકરી ચાળો ન કરવાની સલાહ આપી હતી પરંતુ કોઈ કાંકરી ચાળો કરે તેને છોડવાનો પણ નથી એમ જણાવ્યું હતું.અને આવનાર દિવસોમાં આ કેસ દબાવવામાં આવશે તો રેલી કાઢી આવેદનપત્ર આપવાની પણ તૈયારી બતાવી હતી.




