Traffic Tail

મહુવા કુમકોતરમાં મારી પત્ની સાથે કેમ વાત કરે છે તેમ કહી લોખંડના સળિયાથી હુમલો

SHARE:

મહુવા કુમકોતરમાં મારી પત્ની સાથે કેમ વાત કરે છે તેમ કહી લોખંડના સળિયાથી હુમલો

-પત્ની સાથે પ્રેમ સંબંધ રાખશે તો જાનથી મારી નાંખવા ફરીયાદીને ધમકી

 

સુરત જિલ્લાના મહુવા તાલુકાના કુમકોતરમાં એક ખેત મજૂરી કરતા ઇસમે ગામના જ ઇસમે રોકી તું મારી પત્ની સાથે કેમ વાત કરે છે અને કેમ પ્રેમ સંબંધ રાખે છે તે બાબતે ઉગ્ર બોલાચાલી થતાં બબાલ થઇ હતી.જેમાં આક્ષેપિત ખેત મજૂર ઉપર લોખંડના સળિયા વડે હિંસક હુમલો કરી આરોપી ફરાર થઇ ગયો હતો.

સુરત જિલ્લાના મહુવા તાલુકાના કુમકોતર કાકરિયા રોડ પર રહેતાં અને ખેત મજુરી કરતા અશોક છોટુભાઇ પટેલ રાત્રે 8.30 વાગ્યે દૂધની ડેરી પાસે હતો ત્યારે ગામતળ ફળિયામાં રહેતો ધર્મેશ કાન્તુભાઇ પટેલે અશોકને રોકીને કહ્યું કે, તેં મારી જિંદગી બગાડી નાખી છે જેથી અશોકે મેં તારૂ શું બગાડ્યુ છે તેમ કહેતાં તો ધર્મેશે સામુ કહ્યું કે તું મારી પત્ની સાથે કેમ વાત કરે છે, કેમ સંબંધ રાખે છે કેમ કહેતા અશોકે તેને પ્રશ્ન કર્યો કે, તેં મને કયારે જોયો તેવું કહેતા જ ધર્મેશ પટેલે ઉશ્કેરાઇ જઇ તેની દુકાનેથી લોખંડનો સળીયો લાવી માર મારવાજતાં અશોકે જમણા હાથથી સળિયો પકડી લેતા અશોકની ડાબી આંખની ઉપર, ડાબા કાન પર ઇજા પહોંચી હતી અને ધર્મેશે વધુ જોર કરી અશોકને પકડી ધક્કો મારતા સામસામે બાથમબાથીમાં અશોકને છાતીના ભાગે લોખંડના સળીયો વાગી પડ્યો હતો.બાદમાં ધર્મેશે મારી પત્ની સાથે પ્રેમ સંબંધ રાખીશ તો તને છોડીશ નહી તેવી ધમકી આપી તુ ઘરની બહાર નિકળ તને જાનથી મારી નાંખીશ તેમ કહી માર મારી ધમકી આપી ચાલી ગયો હતો.આ મામલે અશોક છોટુ પટેલે આરોપી ધર્મેશ વિરૂધ્ધ મહુવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ એએસઆઇ જીતેન્દ્ર શંકરરાવે હાથ ધરી છે.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!