Traffic Tail

વઘઇ બીલીમોરા નેરોગેજ ટ્રેન નીચે કચડાઈને કપાઈ ગયેલ હાલતમાં અજાણ્યા પુરુષની લાશ મળી.

SHARE:

વઘઇ બીલીમોરા નેરોગેજ ટ્રેન નીચે કચડાઈને કપાઈ ગયેલ હાલતમાં અજાણ્યા પુરુષની લાશ મળી.


પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગત મુજબ મહુવા તાલુકાના અનાવલ ખાતે આવેલ બીલીમોરા વઘઈ નેરોગેજ રેલ્વે સ્ટેશન થી પૂર્વ દિશામાં આશરે 1 કિમી દૂર ના અંતરે આવેલી રેલ્વે લાઇન ઉપર ના થાંભલા નં.34/40 નજીક થી પસાર થતી ટ્રેન નીચે આશરે 50 થી 55 વર્ષ ના જણાતા એક અજાણ્યા પુરુષ ની ટ્રેન નીચે કચડાઈ ને કપાઈ જતા મૃત હાલત માં લાશ મળી આવી હતી.મરનારે આખી બાંય ના કાળી ચોકડી વાળો સફેદ શર્ટ અને કાળું પેન્ટ પહેર્યું હોવાના વર્ણન સાથે ટ્રેન ડ્રાઈવરે ફરિયાદ નોંધાવતા અકસ્માત મોત ની ફરિયાદ નોંધી એ એસ આઈ જીતેન્દ્ર શંકરરાવ પાટીલે વધુ કાર્યવાહી કરી મૃતકના વાલી વારસો ને શોધવાની તજવીજ હાથ ધરી હતી.
જ્યારે અન્ય એક બનાવમાં મહુવા તાલુકા ના મિયાપુર ગામ ના એસ ટી બસ સ્ટેન્ડ માંથી સાંજના સમયે આશરે 60 થી 65 વર્ષની ઉંમર નો જણાતો એક આધેડ બેભાન હાલત માં મળી આવ્યો હતો. તેને 108 એમ્બ્યુલન્સ સેવા દ્વારા સારવાર માટે મહુવા સીએચસીમાં લઈ જવાયો હતો.જ્યાં પ્રાથમિક તપાસ દરમ્યાન ફરજ ઉપર ના તબીબે તેને મૃત જાહેર કરતા પોલીસ દ્વારા અકસ્માત મોતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

 

 

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!