ધરતી આબા જનજાતિય ઉત્કર્ષ અભિયાનઃ મહુવા
મહુવાના ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયાના અધ્યક્ષતામાં ધરતી આબા જનજાતિય ઉત્કર્ષ કેમ્પ યોજાયોઃ
ધરતી આબા જનજાતિય ઉત્કર્ષ અભિયાન અંતર્ગત મહુવા તાલુકાના વાંક ગામે સેવા સેતુ કેમ્પ યોજાયોઃ
૬૦૦ થી વધુ વિવિધ યોજનાઓ હેઠળ જરૂરીયાતમંદોએ લાભ લીધોઃ

ધરતી આબા જનજાતિય ઉત્કર્ષ અભિયાન અંતર્ગત આદિજાતિની વસ્તી ધરાવતા ગામોમાં પાયાની માળખાકીય તથા વ્યકિતલક્ષી યોજનાઓના લાભો ઘર આંગણે મળી રહે તે માટે સુરત જિલ્લાના મહુવા તાલુકાના પ્રાથમિક શાળા વાંક ખાતે ધારાસભ્યશ્રી મોહનભાઈ ઢોડિયાના અધ્યક્ષસ્થાને સેવા સેતુનો કેમ્પ યોજાયો હતો.
કેમ્પમાં ૩૩ જાતિના દાખલાઓ, ૧૬ વૃધ્ધ સહાય, પ્રધાનમંત્રી સન્માન યોજના હેઠળ ૩૪ તથા ખેતીવાડી હેઠળ ૩૪, આધારકાર્ડની ૮૮, હેલ્થ ચેકઅપ કેમ્પ હેઠળ ૧૦૦થી વધુ મળી ૬૦૦થી વધુ લાભાર્થીઓએ વિવિધ યોજનાઓના લાભો મેળવ્યા હતા.
આ અવસરે ધારાસભ્યશ્રીએ જણાવ્યું હતું કે, આદિવાસીઓના સર્વાંગી વિકાસ માટે રાજય સરકાર કટિબધ્ધ છે. જે માટે વડાપ્રધાનશ્રીએ ધરતી આબા જનજાતિય ઉત્કર્ષ અભિયાન ઉપાડયું છે. છેવાડાના માનવીઓને અનેકવિધ કલ્યાણકારી યોજનાઓના લાભો ઘર આંગણે મળી રહે તે માટે કેમ્પનું આયોજન કર્યું છે. ગામનો એક પણ લાભાર્થી લાભથી વંચિત રહી ન જાય તે માટે સૌને સાથે મળીને કાર્ય કરવાનો અનુરોધ કર્યો હતો. અગાઉ જમીનોમાં ૭/૧૨માં વારસદારોના વધુ નામોના કારણે ખેતીવાડી માટે વીજ કનેકશનો મળતા ન હતા પણ સરકારમાં રજુઆત કરીને સુધારો કરીને હવે ખેતી કરનારને વીજ કનેકશનો લાભો મળતા થયા છે. બાળકો
ભણીગણીને વાંચન કરીને આગળ વધી શકે તે માટે તાલુકામાં લાયબ્રેરીઓ બનાવવામાં આવી રહી છે.
આ અવસરે તાલુકા પંચાયતના પ્રમુખશ્રી શીલાબેન પટેલ, મામલતદાર મહુવા તથા અન્ય પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.



