ઉમરા ખાતે ઘરમાં બલ્બ લગાવવા જતા કરંટ લાગતા મોત
અનાવલ : મહુવા તાલુકાના ઉમરા ગામના ૫૨ વર્ષીય રહીશ નું ઘરમાં જ વીજકરંટ લાગતા મોત નીપજ્યું હતું.
મહુવા તાલુકાના ઉમરા ગામે નદી ફળિયા ખાતે રહેતા અનિલભાઈ દેવજીભાઈ પટેલ ઉ. વ.૫૨ પોતાના ઘરે હોલ્ડરમાં બલ્બ લગાવવા જતા હતા ત્યારે હાથમાં તેઓને વીજ કરંટ લાગ્યો હતો.તેઓને તરત સારવાર અર્થે અનાવલ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવ્યા હતા ત્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.આ બનાવ અને મહુવા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.



