Traffic Tail

સુરત જિલ્લામાં ભારે વરસાદ: ઉમરપાડા તાલુકાનો એક રસ્તો અને માંડવી તાલુકાના બે રસ્તાઓ ઓવર ટોપિંગના કારણે બંધ કરાયા

SHARE:

સુરત જિલ્લામાં ભારે વરસાદ: ઉમરપાડા તાલુકાનો એક રસ્તો અને માંડવી તાલુકાના બે રસ્તાઓ ઓવર ટોપિંગના કારણે બંધ કરાયા

માંડવી તાલુકાના ઉશ્કેર મુંજલાવ બોધાન રોડ અને મોરીઠા-કાલિબેલ રેગામા રોડ પરનો કોઝવે તેમજ ઉમરપાડા તાલુકાના બલાલકૂવાથી વહાર રોડ સાવચેતીના પગલે બંધ કરાયા
સુરત શહેર સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદના કારણે નદી-નાળાઓના જળસ્તરમાં વધારો થયો છે, ત્યારે સુરત જિલ્લાના માંડવી તાલુકાના ઉશ્કેર મુંજલાવ બોધાન રોડ પરનો કોઝવે તેમજ ઉમરપાડા તાલુકાના બલાલકૂવાથી વહાર રોડ એમ કુલ ત્રણ રસ્તાઓ ઓવર ટોપીંગ થવાથી બંધ કરવામાં આવ્યો છે. વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે અરેઠ- બૌધાન- ઘલા રોડનો ઉપયોગ કરી શકશે. મોરીઠા-કાલિબેલ રેગામા રોડ પરનો કોઝવે ઓવર ટોપીંગ થવાથી બંધ કરવામાં આવ્યો છે. વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે વિસડાલીયા કીમડુંગરા દાદાકુઈ રેગામાં રોડ જોઈનીંગ માંડવી ઝંખવાવ સ્ટેટ હાઈવે રોડનો ઉપયોગ કરી શકાશે. બલાલકૂવાથી વહાર રોડ બંધ હોવાથી શામપુરા, ઉમરખાડી રોડનો ઉપયોગ કરી શકાશે. પાણી ઉતરતા જ રસ્તાઓ વાહનવ્યવહાર માટે ફરી શરૂ કરાશે.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!